તમામ ઉત્સુકતા અને અટકળો બાદ શુક્રવારે સવારે રાયબરેલીથી રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી અને તેમણે ગાંધી પરીવારના ગઢ ગણાતા અમેઠી મતવિસ્તાર છોડીને રાયબરેલીની પસંદગી કરી. આવું 25 વર્ષ પછી થઈ રહ્યું છે જ્યારે ગાંધી પરીવાર નો કોઈ સભ્ય અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યો નથી.
રાયબરેલીથી રાહુલ ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી અને તેમણે ગાંધી પરિવારના ગઢ ગણાતા અમેઠી મતવિસ્તાર છોડીને રાયબરેલીની પસંદગી કરી. આવું 25 વર્ષ પછી થઈ રહ્યું છે જ્યારે ગાંધી પરિવારનો કોઈ સભ્ય અમેઠીથી ચૂંટણી લડ્યો નથી. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયાના છેલ્લા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયાના છેલ્લા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી. તે જ દિવસે ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે પણ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી.
બીજી તરફ અમેઠીથી કોંગ્રેસે શુક્રવારે સવારે સોનિયા ગાંધીના પ્રતિનિધિ કિશોરી લાલ શર્માને અમેઠી લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા. તેમનો મુકાબલો ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે થશે.
અજેય રહી છે સોનિયા ગાંધી
સોનિયા ગાંધી વર્ષ 2004માં રાયબરેલીથી ચૂંટણી લડ્યા અને જીત્યા. તે પછી, તેણીએ 2006, 2009, 2014 અને ફરીથી 2019 માં પેટાચૂંટણી જીતી. સોનિયા દર વખતે રાયબરેલીથી અજેય રહી. અગાઉ 1967માં ઈન્દિરા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ તે 1971માં જીત્યા હતા, પરંતુ 1977માં હારી ગયા હતા. વર્ષ 1980 માં તેણીએ ફરીથી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડી હતી અને જીતી હતી.
બપોરે 12 વાગ્યા પછી નાયબ મુખ્યપ્રધાન બ્રજેશ પાઠક, ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ અને અન્ય લોકો નોમિનેશન માટે બહાર આવ્યા હતા. સૌ પ્રથમ તેમણે જગમોહનેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીમાં ચાર સેટમાં ઉમેદવારી પત્રો ભરાયા હતા.
બીજી બાજૂ રાહુલ ગાંધી લગભગ 2 વાગ્યે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેઓ લગભગ એક કલાક સુધી કલેક્ટર કચેરીમાં રોકાયા હતા. રાહુલે ચાર સેટમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. પૂર્વ નગરપાલિકા અધ્યક્ષ મોહમ્મદ ઇલ્યાસ, પૂર્વ ધારાસભ્ય અજયપાલ સિંહ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પંકજ તિવારી અને સુશીલ પાસી પ્રસ્તાવક બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMહાથ ઉછીના આપેલા ૪૦ હજારની ઉઘરાણી કરતા પિતા-પુત્ર પર હુમલો કરનાર પાંચ પૈકી બે ઝડપાયા
May 21, 2025 03:58 PMપિતરાઈ ભાઈએ બહેન સાથે અવાર-નવાર શારીરીક સંબંધ રાખી ગર્ભવતી બનાવી
May 21, 2025 03:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech