કોરોના પછી પ્રથમ વખત રાજ્યમાં ૧૫ દિવસમાં જ મ્યુકર માઈક્રોસીસના બે કેસ આવતાં ફફડાટ

  • May 17, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ઘણા દર્દીઓને મ્યુકર માઇકોસીસ જેવી ગંભીર અને જીવલેણ બિમારી તી હતી. ત્યારે ગાંધીનગર સિવિલમાં છેલ્લા ૧૫ જ દિવસમાં આ મ્યુકર માઇકોસીસ એટલે કે બ્લેક ફંગસના બે દર્દીઓ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર માં હડકંપ મચી ગયો છે.હાલ આ બન્ને દર્દીઓને સિવિલના આઇસીયુમાં રાખવામાં આવ્યા છે અને તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે એટલુ જ નહીં, ફુગ જીવલેણ તરીકે આગળ વધતા એક દર્દીની આંખ પણ કાઢી નાંખવી પડી છે.



કોરોનાકાળ દરમ્યાન ડાયાબીટીસ, સ્ટીરોઇડ, રેમડેસીવીરના ઇન્જેક્શન તા લાંબો સમય ઓક્સિજન લેવાને કારણે દર્દીઓને આ ફુગની બિમારી લાગતી હતી. આ ફુગ મગજમાં જવાને કારણે દર્દીના મોત વાના કિસ્સા પણ કોરોના બાદ સામે આવ્યા હતા જેને લઇને પણ ફફડાટ ફેલાયો હતો જ્યારે છેલ્લા ફક્ત ૧૫ જ દિવસમાં ગાંધીનગર સિવિલમાં આ મ્યુકર માઇકોસીસના બે કેસ પ્રકાશમાં આવ્યા છે જેના પગલે સિવિલનું મેડિસીન, ઇએનટી તા ઓપ્ેલમો ડિપાર્ટમેન્ટ એલર્ટ ઇ ગયું છે.



આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાસણ ગામના ૫૫ વર્ષિય આધેડને સાઇનેસી આ ફુગ આગળ વધી હતી અને આંતરિક રીતે આ ફુગ આગળ વધતા આંખ સુધી પહોંચતા ત્યાં બે જ દિવસમાં સોજો આવી ગયો હતો. જેની ઉંડાણપુર્વક નિદાન કરતા તેમને બ્લેક ફંગસ હોવાને પગલે સિવિલના આઇસીસીયુમાં દાખલ કરીને સઘન અને ખુબ જ ખર્ચાળ સારવાર આપવામાં આવી રહી છે.


આવી જ રીતે કડીમાં રહેતા ૬૦ વર્ષિય પુરુષને પણ નાક અને આંખની ભાગે સોજા ચઢી ગયા બાદ અસહ્ય દુ:ખાવો તો હતો એટલુ જ નહીં, આ ફુગ ચિંતાજનકરીતે આગળ વધી રહી હતી જેી ઓપ્ેલ્મો વિભાગના ડો. જીગીશ દેસાઇ અને એમની ટીમે આ દર્દીને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને આ દર્દીની ડાબી આંખ પણ કાઢી નાંખી હતી જેી ફુગને મગજ સુધી જતી અટકાવી હતી.



સિવિલમાં હાલ બે દર્દીઓની મ્યુકર માઇકોસીસની સારવાર ચાલી રહી છે. આઇસીસીયુમાં રાખીને સતત ડોક્ટરર્સની દેખરેખ હેઠળ આ બન્ને દર્દીઓને રાખવામાં આવ્યા છે. આ ફુગની સારવાર ખુબ જ ખર્ચાળની સો જટિલ અને લાંબી છે. 



જેમાં દર્દીને એન્ટી ફંગસ ઇન્જેક્શન આપવા પડે છે. બજારમાં બે હજાર રૃપિયાની કિંમતે મળતા ઇન્જેક્શ આ બન્ને દર્દીઓને પણ આપવામાં આવે છે. એટલુ જ નહીં, સાત ઇન્જેક્શન એક દિવસના આપવા પડે છે આ પ્રકારની ટ્રીટમેન્ટ આ બન્ને દર્દીઓને લગભગ ૨૧ દિવસ સુધી ચાલુ રહેશે જેની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે. કોરોના બાદ ઘણા દર્દીઓને બ્લેક ફંગસ સ્વરૃપે મ્યુકર માઇકોસીસ તું હતું ત્યારે હાલ બે દર્દીઓ સામે આવ્યા છે જેને આઇસીસીયુમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવે છે ત્યારે તેમની સારવાર કરી રહેલા નિષ્ણાંત ડો.શશી મુદ્રાએ જણાવ્યું હતું કે, હાલ કોરોના વાયરસ ની પરંતુ આ બન્ને દર્દીઓને મ્યુકર માઇકોસીસ વા પાછળનું મુખ્ય કારણ ડાયાબીટીસ છે. અંકુશમાં નહીં રહેતા ડાયાબીટીસ તા રોગપ્રતિકારક શક્તિ ઘટવાને કારણે નાકના સાઇનસમાં ફુગ ાય છે ત્યાર બાદ તે ઝડપી આગળ વધે છે બે જ દિવસમાં મોઢાનો એક ભાગ સોજી જાય છે અને આંખ ઉપર પણ અસહ્ય પિડા તા સોજો રહે છે. ફુગ ઝડપી મગજમાં ફેલાઇ જાય તો દર્દીનું મોત પણ નિપજી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application