કાશ્મીરમાં લેન્ડસ્લાઈડને લીધે પાંચ હજાર ગુજરાતી પ્રવાસીઓ ફસાયા

  • April 21, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




જમ્મુ-શ્રીનગર રોડ પર આવેલા રામબનની આસપાસના દોઢ કિલોમીટરમાં ભારે વરસાદને કારણે થયેલા ધસી ગયેલી ભેખડોને લીધે તેની સીધી અસર એપ્રિલ અને મે મહિનાના શરુઆતમાં કાશ્મીર પ્રવાસનુ આયોજન કરનારા દસેક હજાર પ્રવાસીઓ પર પડી છે.

રવિવારે જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારણે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણ જણના મોત નીપજ્યા છે. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર જતાં વચ્ચે આવેલા રામબન-બનિહાલ હાઈવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાયા હતા અને કેટલાંક વાહનો ખીણમાં પડ્યા હોવાની માહિતી મળી છે. જેના કારણે આ રુટ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો છે. કાશમીર પોલીસે જમ્મુથી આવતા લોકોને તાત્કાલિક ધોરણે પાછા વળવાની સુચના આપી હતી તો શ્રીનગરથી આવતા વાહન ચાલકોને પાછા શ્રીનગર કે નજીકના સેન્ટરમાં રહી જવાની સૂચના અપાતા પાંચેક હજાર ગુજરાતીઓ આ પ્રવાસમાં ફસાયા છે.

હાલમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામમાં રોકાયેલા પાંચેક હજાર પ્રવાસીઓએ બુક કરાવેલી પોતાની ટિકિટોના શિડ્યૂલમાં ફેરફાર કરીને તાત્કાલિક વળતી ફલાઈટ પકડવાનો વારો આવ્યો છે જેના કારણે હાલમાં શ્રીનગર-દિલ્હી, શ્રીનગર-અમદાવાદ, શ્રીનગર-ચંડીગઢ, શ્રીનગર-અમૃતસર અને જમ્મુ જતી ફ્‌લાઈટોના ભાડામાં ડબલ કરતાં વધારે ઉછાળો આવ્યો છે. જો કે અત્યારે હવાઈ માર્ગથી કાશ્મીરની યાત્રા યથાવત છે. પરંતુ વાહન કે ટ્રેન દ્વારા જતાં યાત્રિકોને પોતાની યાત્રા સ્થગિત કરવી પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News