ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટાખોખરાગામના યુવાનને લોન અપાવવાના બહાને તેના ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી બનાવી છેતરપીંડી આચરતા યુવાને પરપ્રાંતિય શખ્સો સહિત પાંચ વ્યક્તિ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવવા અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતો અને રત્નકલાકાર તરીકે મજૂરી કરતો અરવિંદભાઈ કેશવભાઈ કંટારીયા (ઉ.વ. ૩૧, અરેવાડી વિસ્તાર મોટા ખોખરા)ને આજથી બે વર્ષ પહેલા મકાન બનાવવા માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતા તેના મિત્ર કિશોરભાઈ મગનભાઈ ખસીયાને વાત કરતા તેણે માલણકા ગામના બાબુભાઈ ચુડાસમાનો સંપર્ક કરાવ્યો હતો. દરમિયાન આ બંને યુવાનોએ બેંકમાંથી લોન મળી જશે તેવી બાહેધારી આપી મુંબઈ રહેતા શખ્સોને મળવું પડશે તેમ જણાવી અરવિંદભાઈને લઇ મુંબઈ ગયા હતા. જ્યાં મુકેશભાઈ ઉર્ફે અનિલભાઈ ઉર્ફે ટાઈગર અગ્રવાલ તેમજ રમેશભાઈ ઉર્ફે સુનિલભાઈ અગ્રવાલ તથા રાહુલભાઈ નામના ડ્રાઇવરનો સંપર્ક કરાવ્યો હતો. આ શખ્સોએ મુંબઈમાં બેન્ક એકાઉન્ટ ખોલવા માટે અરવિંદ પાસેથી અલગ અલગ ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. અને આ ડોક્યુમેન્ટ આધારે લોન મળી જશે તેવી બાહેધારી આપી સીમકાર્ડની ખરીદી પણ કરી હતી. ત્યારબાદ અરવિંદ તેના મિત્રો કિશોર તથા બાબુ સાથે તેના ગામ પરત આવી ગયો હતો. પરત આવ્યા બાદ કિશોરે અરવિંદને 10000 રૂપિયા આપી જણાવ્યું હતું કે, તારા બેંકમાં પૈસા આવી જાય ત્યારે આ પૈસા મને પરત આપી દેજે તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. આ વાતને ઘણા દિવસો વિતવા છતાં કોઈ પરિણામ ન આવતા અરવિંદે ફરી કિશોર તથા બાબુને વાત કરી હતી. આથી આ બંને શખ્સોએ અરવિંદને જણાવ્યું હતું કે મુંબઈમાં તારું એકાઉન્ટ નથી ખુલ્લી શક્યું. આથી આપણે ચેન્નઈ જવું પડશે આમ ત્રણેય ભાવનગર થી મુંબઈ ગયા હતા. ત્યાંથી આ લોકો ચેન્નઈ ગયા હતા. જ્યાં નવા એકાઉન્ટ ખોલવા માટે વ્યવહારો કર્યા હતા. ત્યાંથી પરત આવી આવ્યા બાદ પણ કામ સફળ ન થતા લે ભાગુ ગેંગ એ રાજસ્થાનના જોધપુર જવા માટે અરવિંદને મનાવ્યો હતો. અને તમામ શખ્સો જોધપુર ગયા હતા. અને મુંબઈ-ચેન્નાઈ થિયરીથી જ અહીં બેંક એકાઉન્ટ ખોલાવવા પ્રોસેસ હાથ ધરી હતી. ત્યારબાદ પરત આવેલ અરવિંદએ લોન માટે ખાસ્સો સમય રાહ જોયા બાદ પણ એક પાઈ પણ ન મળતા તેણે તપાસ કરાવતા તેણે સંપર્ક કરેલ પાંચેય શખ્સોએ તેના ડોક્યુમેન્ટ આધારે બોગસ પેઢી બનાવી છેતરપીંડી આચર્યાનુ જાણમાં આવતા અંતે પાંચેય શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech