કારખાનાની મેઇન સ્વીચ ઓફ કરી અંદરથી કળા કરી ગયા : શકમંદની કરાતી પુછપરછ
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોળી-ધુળેટી ના તહેવાર દરમિયાન એક બંધ રહેલા કારખાનાને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાનું શટર ઉચકાવી અંદર પ્રવેશ મેળવી લઈ ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
તસ્કરોએ કારખાનામાં પ્રવેશતા વેળાએ મેઇન સ્વીચ બંધ કરી દીધી હોવાથી અંધારું થઈ જતાં સીસીટીવી કેમેરા ઓફ થઈ ગયા હતા, પરંતુ પોલીસે અન્ય કારખાનાઓના સીસીટીવી કેમેરા ની મદદથી એક શકમંદને ઉઠાવી લીધો છે, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે.
જામનગરમાં શરુસેક્શન રોડ પર રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં કેલ્વિન મશીન ટૂલ્સ નામનું કારખાનું ધરાવતા અભિષેકભાઈ ભરતભાઈ મકવાણાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાના કારખાનામાં હોળી- ધૂળેટીના તહેવારની રજા દરમિયાન પોતાના બંધ રહેલા કારખાનાને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હોવાનું અને કારખાનાનું શટર ઉચકાવી અંદર પ્રવેશ મેળવી લઈ ટેબલનો લોક તોડી નાખી અંદરથી રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર તસ્કરો કોઈ જાણભેદુ હોવાનું અને તેઓએ સૌ પ્રથમ કારખાનાની અંદર પ્રવેશતાની સાથે જ મેઈન સ્વીચ ઓફ કરી દીધી હોવાથી લાઈટ બંધ કરી દીધી હતી.
જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝનના પી.આઇ. વી.જે. રાઠોડ તેમની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને ચોરીનો ભેદ ઉકેલવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આસપાસના કારખાનાના સીસીટીવી કેમેરા વગેરે તપાસ્યા હતા, અને તેના આધારે એક શકમંદને ઉઠાવી લઇ સધન પુછતાછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech