પોરબંદરમાં સોની વેપારીનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ ૨૦ લાખની ખંડણી પડાવવાના કેસમાં પોલીસે વધુ પાંચ આરોપીઓને પકડયા છે અને એક ઇસમે જુદા-જુદા આઠ બનાવમાં અનેક લોકોને હનીટ્રેપ વ્યક્તિઓ નગ્ન દેખાય તેવા ચશ્મા આપવાની લાલચ અપાવી છેલ્લા આઠ વર્ષમાં લાખો પિયા પડાવ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પોરબંદરના સોની વેપારીને સસ્તા સોનાની લાલચ આપીને રાજસ્થાનના જયપુર ખાતે મકાનમાં ગોંધી રાખી પિયા ૨૦ લાખની ખંડણી પડાવવાના ગુન્હામાં પોલીસે અગાઉ બે ઈસમો ને પકડી પાડ્યા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને વધુ પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઇસમો પોરબંદર થી દ્વારકા તરફ કારમાં જતા હતા ત્યારે કુછડીના બર્ડ વચિંગ ટાવર નજીક વોચ ગોઠવીને પકડી લીધા હતા. જેમની પાસેથી સાડા ત્રણ લાખથી વધુની રોકડ ૧૦ લાખની કાર છરી મોબાઇલ સીમકાર્ડ સહિતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા ઈસમો પૈકી ભરત મનજી લાઠીયા ની પૂછપરછ કરતા તેણે એવી ચોંકાવનારી કબુલાત કરી હતી કે હની ટ્રેપમાં ફસાવીને ખંડણી ઉઘરાવી હોય તેવા આઠ કિસ્સામાં તેમણે લાખો પિયા પડાવ્યા છે. માણસો નગ્ન દેખાય તેવા ચશ્મા આપવાની લાલચ આપીને ૧૫ લાખથી માંડીને ૩૦ લાખ રૂપિયા પડાવ્યા છે. તે ઉપરાંત સસ્તા ભાવે હીરા આપવાના બહાને, બંને બાજુ કલર વાળું મોરપિંછ આપવાના બહાને, અને પંચજન્ય શંખ આપવાના બહાને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી અનેક લોકોને અપહરણ કરી ગોંધી રાખી લાખો રૂપિયાની ખંડણી વસૂલ કરવામાં આવી છે ત્યારે પોરબંદર પોલીસે આ ઈસમો ની આકરી પૂછપરછ હાથ ધરી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં તા. ૨૬-૧૦-૨૦૨૪ના રોજ દાખલ થયેલ ગુન્હામાં સોની વેપારીને જયપુરમાં બજારભાવથી ૧૫ ટકા ઓછા ભાવથી સોની મળતુ હોવાની તથા ગ્રાહક લાવનારને પાર્ટી ૪ ટકા કમીશન આપવાની વાત કહી સોની વેપારીનું અપહરણ કરી રાજસ્થાન રાજ્યના જયપુર ખાતે લઇ જઇ ત્યાં અવાવ જગ્યાએ એક મકાનમાં ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ા. વીસ લાખની ખંડણી માંગી ા. વીસ લાખ આંગળીયા પેઢી મારફતે મેળવી ગુન્હો કરેલ પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા આપેલ માર્ગદર્શન અને સુચના આપેલ તથા સદરહુ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આ ગુનાની તપાસ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ જેથી પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સીસ તથા બાતમીદાર મારફતે આરોપીઓની શોધખોળ કરી રહેલ હતા. તે દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ તથા પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ દશરથસિંહને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે કીર્તિમંદિર માં વીસ લાખ પિયાની ખંડણીના ગુન્હાના પકડવાના બાકી આરોપીઓ એક સફેલ કલરની અટીંગા કા લઇ અન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી ગુન્હો આચરવા પોરબંદર જિલ્લામાં ફરી રહેલ છે અને હાલ પોરબંદરથી દ્વારકા તરફ થઇ રહેલ છે. જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની બે ટીમો પોરબંદરથી દ્વારકા તરફ જતા હાઇવે રોડ પર પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન કુછડી હાઇવે પરના પક્ષી અભ્યારણ્ય પાસે પહોંચતા બાતમીમાં જણાવેલ વર્ણનવારી કાર દ્વારકા તરફ જતી હોય જેથી તેનો પીછો કરી કારને આંતરી લઇ કાર ઉભી રખાવતા કારમાંથી મૂળ ભાવનગરના આંકોલાણી ગામના તથા હાલ નેપાળ રહેતા ભરતકુમાર ઉર્ફે ગુરુ ઉર્ફે ભાનુપ્રતાપસિંહ ઉર્ફે બીરમાનંદ ઉર્ફે ભાર્ગવ જાની ઉર્ફે ભાર્ગવ જૈન, ઉર્ફે ભરત મનજી લાઠીયા તેમજ પોરબંદરના એરપોર્ટ પાછળ કુબેર પીકનીક હાઉસમાં રહેતા મુળ મહીરા ગામના પોપટ અરસી ઓડેદરા, જેતપુરના ગોપાવાડી હનુમાનમંદિર સામે રહેતા નરેન્દ્રગીરી ઉર્ફે નરેશગીરી મહેશગીરી ગોસ્વામી, બોટાદના ગઢડા ગામના અશોક ઉર્ફે લાલી ઉર્ફે લાલો દરબાર બકા કાલીયા તથા જસદણના શિવરાજપુર ગામના કમલેશ ઉર્ફે ભાણો ઓધવજી ઝાપડીયાની ધરપકડ કરી હતી તથા ૩,૫૮,૦૦૦ ા. રોકડા, સફેદ કલરની માતી સુઝુકી કંપનીની અટીંગા કાર, મોબાઇલ ફોન નંગ ૬, કિંમત ા. ૨૨,૫૦૦, છરી નંગ ૧ કિં. ા. ૫૦, સીમકાર્ડ નંગ -૪ તથા અલગ અલગ નામના આધારકાર્ડ નંગ-૩ તથા પાનકાર્ડ નંગ-૧ તથા ડ્રાઇવીંગ લાયસન્સ નંગ -બે આમ ઉપરોકત તમામ આરોપીઓને ઉપરોકત મુદામાલ સાથે ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉંડાણપૂર્વક અને આકરી પૂછપરછ હાથ ધરેલ જેમાં આરોપી ભરત મનજી ભાઇ લાઠીયાએ ચોંકાવનારી કબુલાત આપેલ છે.
અલગ -અલગ આઠ જેટલા હનીટ્રેપ, ખંડણી, નગ્ન વ્યક્તિ બતાવતા ચશ્માના નામે છેતરપીંડીના ગુન્હા
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડીપાડેલ ભરત મનજી લાઠીયા એ કેટલીક ચોંકાવનારી કબુલાત આપી છે જેમાં આજથી અગીયારેક વર્ષ પહેલા મજકુર ભરત મનજી લાઠીયા તથા નેપાળના દિલબહાદુરે એક માસી સાથે કાઠમંડુમાં એક મોટી ઉંમરના નેપાળી બાપાને હનીટ્રેપમાં ફસાવી નેપાળી પિયા ૪૦ હજાર લીધેલ હતા. જે બાબતે કોઇ ગુન્હો દાખલ થયેલ નથી.
આજથી આશરે આઠેક વર્ષ પહેલા મજકુર ભરત લાઠીયાએ તેના પિતાના સગા મામાના દીકરા આનંદ બચુભાઇ તેજાણી રહે. મોટા વરાછા સુરતવાળાને ડાયમંડ તથા સોનાના દાગીના વેચવા માટે તેઓને નેપાળ બોલાવેલ હતા. જેમાં ૭-૮ દિવસ તેઓની સાથે રહી તેમની પાસેના દાગીના વેચાવેલ હતા અને તેમને ા. ૧૦ લાખનો નફો કરાવેલ હતો. ત્યારબાદ તેઓને બીજી વખત ડાયમંડ તથા સોનાના દાગીના વેચવા માટે નેપાળગંજ મારા ઘરે બોલાવેલ અને તેમની પાસે રહેલ દાગીનાને એક વેપારીને ા. ૪૨ લાખ ૬૪ હજાર નેપાળી પિયા ગીરવે મુકીને તેઓને પાછા મોકલી દીધેલ હતા. જે પિયા વેપારી પાસેથી લઇ લીધેલ હતા અને આ આનંદભાઇને પાછા આપેલ ન હતા. જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો.
ત્યારબાદ આશરે એક દોઢ મહીના બાદ સને ૨૦૧૯માં રાજસ્થાન કોટા શહેરમાં જી.ઇ.બી. માં નોકરી કરતા હસુભાઇ નામના કર્મચારીને માણસોને નગ્ન જોવાના ચશ્માની લાલચ આપી મજકુર ભરત મનજી લાઠીયા તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા વિજયભાઇ દરબાર રહે. સિહોર ભાવનગરવાળો તથા પ્રતાપભાઇ અરશીભાઇ ઓડેદરા તથા ભાવેશભાઇ ડોકટર રહે. જેતપુરવાળો તથા દિલીપભાઇ આહિર રહે.જેતપુરવાળો તથા ડ્રાઇવર તરીકે ભાણો નામનો વ્યક્તિ હતો. જેમાં આ હસુભાઇને કોટા બોલાવેલ હતો અને તેને દોઢ બે દિવસ ગોંધી રાખેલ હતો. અને તેની પાસેથી ા. ૧૫ લાખ પડાવેલ હતા. જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો. જેમાં સમાધાન કરી દીધેલ હતા.
ત્યારબાદ આશરે એક દોઢ મહિના બાદ મોરબીના એક શિક્ષકે એક પાર્ટી ગોતેલ હતી. જેમાં ધીભાઇ કાનજીભાઇ નાકોયા રહે. આસલપુર ગામ તા. વિંછીયા જી. રાજકોટ તથા રમેશભાઇ કોળી પટેલ, રહે. કાળાતળાવ, તા. વલ્લભીપુર, જી. બોટાદવાળાઓને નગ્ન જોવાના ચશ્માની લાલચ આપી મજકુર ભરત મનજી લાઠીયા તથા રામજી ઉર્ફે જાડો જીણાભા કટારીયા તથા વિજયભાઇ દરબાર રહે. સિહોર ભાવનગર વાળો તથા કેવલભાઇ પટેલ રહે. સુરતવાળો તથા સમંત રહે. સુરતવાળો તથા અન્ય બે છોકરાઓ હતા. જેમાં આ બન્ને જણાને સુરત ખાતે બોલાવેલ હતા અને તેને એક દિવસ ગોંધી રાખેલ હતા અને તે બંને પાસેથી ા. ૩૦ લાખ પડાવેલ હતા. જેમાં કોઇ ગુન્હો દાખલથયેલ ન હતો.
સને ૨૦૨૩ના વર્ષમાં ઓગસ્ટ મહીનાની ૧૫ તારીખ પછી ભરત મનજીભાઇ લાઠીયાનો પાર્ટનર રોહિત ઉર્ફે ભુરો ચંદ્રકાંતભાઇ રંગાણીએ સુરત સરથાણા રહેતા સંજયભાઇ મગનભાઇ સોરઠીયાને સસ્તા ભાવે હીરા આપવાની લાલચ આપી ભરતના ઘરે નેપાળગંજ ખાતે લઇ જઇ દોઢ દિવસ ગોંધી રાખેલ હતા અને તેની પાસેથી ા. છ લાખ પડાવેલ હતા. જેમાં ભરત તથા રોહીત રંગાણી ભાગીદારીમાં હતા જેમા કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો.
સને ૨૦૨૪ના વર્ષમાં સુરતના છગનભાઇ વઘાસીયા પટેલને સસ્તાભાવે હીરા આપવાની લાલચ આપી ભરત તથા અશોકભાઇ પટેલ રહે. સુરતવાળો તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા જલાલબક્ષ મુસ્લીમ રહે. નેપાળગંજવાળો તથા અન્ય બે વ્યક્તિઓએ મળી તેને નેપાળ બોલાવેલ હતો. જેમાં છગનભાઇ તેનાન સસરાને પણ સાથે લઇ આવેલ હતા અને તેને નેપાળગંજમાં જલાલબક્ષના ઘરે એક દિવસ ગોંધી રાખેલ હતો. અને તેની પાસેથી ા. ૧૨ લાખ પડાવેલ હતા જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો.
ત્યારબાદ આશરે બે મહીના બાદ અમદાવાદના એક વ્યક્તિને સસ્તા ભાવે સોની આપવાની લાલચ આપી ભરત મનજીભાઇ લાઠીયા તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા જલાલબક્ષ મુસ્લીમ તથા અન્ય બે વ્યક્તિ હતા. જેમા તેને નેપાળ ખાતે ભરતના મકાને બોલાવેલ હતો અને તેને બે દિવસ ગોંધી રાખેલ હતો. તેની પાસેથી ા. પાંચ લાખ પડાવેલ હતા જેમાં કોઇ ગુન્હો દાખલ થયેલ ન હતો. ત્યારબાદ સને ૨૦૨૪ના વર્ષમાં જામનગરના એક પટેલભાઇને માણસો નગ્ન જોવાના ચશ્માની લાલચ આપી ભરત મનજીભાઇ લાઠીયા તથા રામજી ઉર્ફે જાડો જીણાભાઇ કટારીયા તથા પ્રતાપ અરશીભાઇ ઓડેદરા, વિજયભાઇ દરબાર તથા નેપાળનો બચ્ચન પાંડે, જલાલબક્ષ મુસ્લીમ રહે. નેપાળગંજવાળો હતા. જેમાં તેને નેપાળ ખાતે ભરતના મકાને નેપાળગંજ ખાતે બોલાવેલહતો અને તેને બે દિવસ ગોંધી રાખેલ હતો. અને તેની પાસેથી ા. ૯ લાખ પડાવેલ હતા જેમાં કો ગુન્હો દાખલ થયેલ ન હતો.
આ કામગીરીમાં એલ.સી. બી. ઇન્ચાર્જ પી. આઇ. આર.કે.કાંબરીયા, તથા એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા, ગોવિંદભાઇ મકવાણા, મહેશભાઇ શીયાળ, વુમન એ.એસ.આઇ. પલબેન લખધીર તથા હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિપુલભાઇ ઝાલા, તથા વુમેન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વીરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ માળીયા તથા રોહીતભાઇ વસાવા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech