છેલ્લા થોડા સમયથી નવો સિન્ડ્રોમ ગુલીઅન -બેરે કહેર મચાવી રહ્યો છે અને તેનો વ્યાપક પગ પેસારો મહારાષ્ટ્રમાં થયો છે. તેના લીધે ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે એવામાં મુંબઈમાં ગુલીઅન -બેરે સિન્ડ્રોમથી એકનું મોત થતા તંત્ર સતર્ક બન્યું છે.મુંબઈની નાયર હોસ્પિટલમાં દાખલ વોર્ડ બોયને સારવાર પછી પણ બચાવી શકાયો નહીં. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં જીબીએસએ 8 લોકોના જીવ લીધા હોવાનું સામે આવ્યું છે. ગુલીઅન -બેરે સિન્ડ્રોમ રોગ મહારાષ્ટ્રમાં ફેલાઈ ગયો છે. પુણે પછી, હવે મુંબઈમાં ગુલીઅન -બેરેને કારણે પ્રથમ મૃત્યુના સમાચાર છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્રમાં જીબીએસને કારણે મૃત્યુઆંક 8 પર પહોંચી ગયો છે.
મુંબઈની નાયર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દાખલ 53 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું છે. વડાલાના રહેવાસી 53 વર્ષીય દર્દી, બીએમસીની બીએન દેસાઈ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતા હતા. નાયર હોસ્પિટલના ડીન ડો. શૈલેષ મોહિતેના જણાવ્યા અનુસાર, દર્દી લાંબા સમયથી બીમાર હતા અને ઘણા દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech