વિદ્યાનગરમાં આવેલા ગેરેજમાં ભભૂકેલી આગ એક્ટિવા અને બાઈક બન્યા ખાક

  • April 07, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં મધ્યરાત્રી બાદ આગ ભભૂકી ઉઠતા અગ્નિશામકદળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં એક એક્ટિવા તેમજ બાઈક સહિતના વાહનો સંપૂર્ણપણે બળીને ખાક બન્યા હતા.
ભાવનગર મહાપાલિકા હસ્તકના અગ્નિઆશામક વિભાગના  કંટ્રોલરૂમને  મહેન્દ્રસિંહ ગોહિલ નામની  વ્યક્તિએ કોલ આપી જણાવ્યું હતું કે શહેરના   વિદ્યાનગર વિસ્તારમાં  વળીયા કોલેજની  દિવાલે રોકડિયા હનુમાન  સામે બે બાઈકમાં તેમજ ગેરેજ નો સામાન સળગેલ છે. કોલ મળતા જ અગ્નિશામક દળ દોડી ગયું હતું. અને પાણીનો છંટકાવ કરી આગ પ્ર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં એકટીવા, હેન્ડીકેપ માટેની  ત્રણ વ્હીલ વાળી ગાડી નંબર  ૠ.ઉં.ઘ૬ ઈ૭૯૪૧ ઉપરાંત  ગેરેજ નો સામાન સંપૂર્ણ પણે બળીને ખાક બન્યો હતો.
 નરેન્દ્રભાઈ દેવજીભાઈ સોલંકીની માલિકીના ગેરેજમાં લાગેલી આગનું કારણ તેમજ નુકશાની અંગેની કશી વિગતો પ્રાપ્ત થઈ શકી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application