ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે આગની ઘટના બની હતી. ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વોર્ડ નંબર ૧૭ ખાતે આગ લાગી હોવાની ભાવનગર ફાયર વિભાગને જાણ કરાઈ હતી. આ બનાવની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ફાયર વાહન અને સ્ટાફ સાથે સર ટી હોસ્પિટલ ઇમર્જન્સી વોર્ડ ખાતે પહોંચી હતી. હોસ્પિટલ ખાતે રહેલા દર્દીઓને સફળ રીતે બચાવી અને આગ પર કાબુ મેળવવામાં અને કોઈ કેજોરિટી થાય તો તેને સલામત રીતે બહાર કાઢવા સહીતની કામગીરી ફાયર ટીમ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અને આગ પર પાણી છાંટી કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટના મોકડ્રિલ હોવાનું ફાયર બ્રિગેડ કચેરી ખાતેથી માહિતી આપતા જણાવ્યું હતું. અને સર ટી હોસ્પિટલ ખાતે યોજાયેલી મોકડ્રિલમાં હોસ્પિટલના ડોક્ટર્સ સહિતનો સ્ટાફ, સોક્યુરિટી કર્મીઓ અને મહાનગર પાલિકા ફાયર બ્રિગેડ ટીમના જવાનો જોડાયા હતા. જે મોકડ્રિલ ફાયર વિભાગ દ્વારા સફળ રીતે પૂર્ણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech