દારૂનો જથ્થો, મોબાઇક અને કાર મળી કુલ રૂા.૨.૫૦ લાખનો મુદામાલ કબ્જે: એરપોર્ટ પોલીસની કાર્યવાહીઆજકાલ પ્રતિનિધિ–રાજકોટ
સૌરાષ્ટ્ર્રમાં એસએમસીએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપ્યા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે, છેલ્લા કેટલાક દિવસોથી નાના–મોટા વિદેશી દાના જથ્થા પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગઈકાલે એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ–અમદાવાદ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતો ત્યારે પસાર થતી જીજે ૦૩ એમએચ ૪૭૨૧ નંબરની અર્ટિકા કાર પસાર થતા બામણબોર પાસે રોકી તલાસી લેતા લેતા તેમાંથી પ્લાસ્ટિકના ઝબલાઓમાં ભરેલી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂ ની ૩૭૫ બોટલ કી.. ૪૫૦૦૦નો મળી આવતા પોલીસે કાર ચાલક અનિલ ભનાભાઇ મકવાણા (રહે–દૂધની ડેરી, દેવપરા, તા.થાન) અને તેની સાથે બેઠેલા શૈલેષ ગોરધનભાઈ બાવળીયા (રહે–જેપુર, તા.વાંકાનેર)ને ઝડપી પાડી દારૂનો જથ્થો, બે મોબાઈલ અને કાર મળી કુલ . ૨.૫૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે"
સ્વિટ કારમાં સીએનજી સિલિન્ડરમાં ચોરખાનું બનાવી છુપાવેલો દારૂ શોધી કાઢો
થોરાળા પોલીસએ દારૂની અને કાર મળી ૨.૧૧ લાખનો મુદામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરીઆજકાલ પ્રતિનિધિ–રાજકોટ
દાના ધંધાર્થીઓ પોલીસ પકડથી બચવા માટે દા છુપાવવાના અવનવા હથકંડા અપનાવતા હોય છે એમ છતાં પોલીસની સાતિર નજરથી બચી સકતા નથી. થોરાળા પોલીસેકારમાં સીએનજી સિલિન્ડરમાં ચોરખાનું બનાવી છુપાવેલો વિદેશી દા ઝડપી પાડી કાર અને દા મળી ૨,૧૧,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યેા હતો.
થોરાળા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, આજી જીઆઇડીસી મેઈન રોડ પર માઈક્રો મેન્યુફેકચર કારખાનાની સામે જીજે ૦૩ એમઈ ૩૫૮૬ નંબરની સ્વિટ કાર ઉભી છે તેમાં વિદેશી દાની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે થોરાળા પોલીસે સ્થળ પર પહોંચી કારની તલાસી લેતા સીટની પાછળના ભાગે સીએનજી સિલિન્ડરમાં ચોરખાનું બનાવી છુપાવેલો ૨૨ બોટલ દા મળી આવતા પોલીસે દા અને કાર કબ્જે કરી કુલ . ૨,૧૧,૦૦૦નો મુદામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech