રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજથી બે વર્ષ પૂર્વે નાનામવા ચોકડીએ આવેલો કરોડો રૂપિયાની કિંમતનો સોનાની લગડી જેવો પ્લોટ ઓનલાઈન ઓકશન કરીને રૂા.૧૧૯ કરોડમાં નાઈન સ્કવેર નામની પાર્ટીને કે જેના કર્તાહર્તા તરીકે ગોપાલભાઈ ચુડાસમા છે તેમને વેચાણ કરવામાં આવ્યો હતો. આ સોદામાં નિયમાનુસાર હરરાજીમાં જોડાતી વખતે ૧૦ ટકા રકમ નિયમ મુજબ ભરવાની થતી હોય છે તે રકમ મહાપાલિકાની તિજોરીમાં જમા થઈ હતી. દરમિયાન મહાપાલિકાએ તત્કાલિન સમયે એવું જાહેર કયુ હતું કે, ખુબ જ સારી કિંમત ઉપજી છે અને ભૂતકાળમાં કયારેય ઉપજી ન હોય તેવી કિંમત મળી છે. સાથે જ ઓનલાઈન ઓકશન પણ ઈતિહાસમાં પહેલી વખત થયું છે તેવું પણ જાહેર કયુ હતું. દરમિયાન જેટલા જોરશોરથી આ સોદાના ગુણગાન ગાવામાં આવ્યા હતા તેટલી જ નિષ્ફળતા સોદો થયા બાદ મળી છે. આ પ્લોટનું વેચાણ થયા બાદ કોર્ટ મેટર ઉપસ્થિત થતા સોદો બે વર્ષથી લટકી રહ્યો છે અને મહાપાલિકાને મળવાપાત્ર અંદાજે રૂા.૯૪ કરોડ જેવી માતબર રકમ આજ દિવસ સુધી મળી નથી.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, નાનામવા ચોકના પ્લોટનો સોદો થયા બાદથી હાલ સુધીમાં મહાપાલિકાને આ સોદા પેટે ફકત રૂા.૨૫ કરોડ જેવી રકમ મળી છે અને તે પણ હે–હે મળી છે. સૌપ્રથમ હરરાજીમાં ઉભા રહેવા માટે જે ૧૦ ટકા રકમ બિલ્ડરે ભરી હોય તે રકમ જમા લેવાઈ હતી ત્યારબાદ કોર્ટ મેટરના સીલસીલા વચ્ચે ટીપી બ્રાંચે રકમ જમા કરાવવા માટે સમયાંતરે બિલ્ડરને બેથી ત્રણ નોટિસો આપી હતી દરમિયાન ગત સાહમાં અંતિમ નોટિસની બજવણી કરવામાં આવી છે અને પ્લોટની જે કિંમત મુકરર થઈ હતી તે ચૂકવી આપવા જણાવાયું છે. આ નોટિસની બજવણી થયાને ચાર–પાંચ દિવસ વીતી ગયા છે પરંતુ હજુ સુધી ખરીદનાર પાર્ટી તરફથી મહાપાલિકાનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી તેમ સુત્રોએ જણાવ્યું હતું. રૂા.૧૧ કરોડ જેવી રકમ ડિપોઝીટ તરીકે અપાઈ હતી તે જમા લેવાઈ હતી અને ત્યારબાદ કટકે–કટકે રૂા.૧૪ કરોડ જેવી રકમ ચૂકવી હતી. મતલબ કે કુલ રૂા.૨૫ કરોડ જેવી રકમ હાલ સુધીમાં ચૂકવાઈ છે અને રૂા.૯૪ કરોડ જેવી રકમ હજુ વસુલવાની બાકી રહે છે.
રૂા.૧૧૯ કરોડની રકમ તો મૂળ સોદાની રકમ છે તે ઉપરાંત ટેકસ અને ડુટી સહિતની રકમ અલગ થાય છે તેની ગણતરી કરાય તો રકમનો આકં હજુ પણ વધી શકે છે.
નિયમ મુજબ ૬૦ દિવસમાં નાણા ચૂકવવાના હોય છે પરંતુ બે વર્ષ સુધી સોદો લટકતો રાખતા મહાપાલિકાને ચોખ્ખું નુકસાન
રાજકોટ મહાપાલિકા દ્રારા હાલ સુધીમાં અનેક જમીનોનું હરરાજીથી વેચાણ કરવામાં આવ્યું છે પરંતુ દરેક હરરાજીમાં એવો સ્પષ્ટ્ર નિયમ હોય છે કે સોદો ફાઈનલ થયાથી ૬૦ દિવસમાં નાણા ચૂકવી દેવાના હોય છે અને હાલ સુધીમાં થયેલા તમામ સોદામાં આ રીતે જ નાણા ચૂકવાઈ ગયા છે. પરંતુ નાનામવા ચોકની જમીનના ઉપરોકત સોદામાં આવું બન્યું નથી તેનાથી મહાપાલિકાને ચોખ્ખુ લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેમ કહેવામાં અતિશ્યોકિત નથી. ૬૦ દિવસમાં ચૂકવવાની થતી રકમ બે વર્ષે પણ ચૂકવાઈ નથી અને તે કોઈ નાનીસુની રકમ નથી પૂરા ૯૭ કરોડ રૂપિયા વસુલવાના થાય છે. હાલ સુધી જે રીતે નાણાની વસુલાત કરવામાં ઢીલ દાખવવામાં આવી છે તેમાં જવાબદારી કોની? શું આ બાબત વહિવટી ઢીલ નથી? ટીપીઓ કે મ્યુનિ. કમિશનર સહિતના તંત્રવાહકો ઈચ્છે તો તેઓ પૈસા વસુલી ન શકે? પ્રશ્ન એ પણ છે કે આ મુદ્દો ફકત વહિવટી પ્રક્રિયાના વિલંબનો છે મતલબ કે વહિવટી ઢીલનો છે કે પછી ઈરાદાપૂર્વક કોઈને દોડવા માટે ઢાળ આપવામાં આવી રહ્યો છે તેવો પ્રશ્ન શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યો છે.
બિલ્ડર દૂધમાં અને દહીંમાં બન્નેમાં પગ રાખે અને મહાપાલિકા તત્રં તેને આવું કરવાની અનુકૂળતા પણ કરી આપે!
નાનામવા ચોકના જમીનના સોદામાં હાલના તબક્કે એવી સ્થિતિ જોવા મળી રહી છે કે બિલ્ડરે દૂધમાં અને દહીંમાં બન્નેમાં પગ રાખ્યો છે અને મહાપાલિકા તંત્રએ જાણી જોઈને વહિવટી પ્રક્રિયાઓને વિલંબીત કરીને કે પછી અનાયાસે વિલંબીત કરીને આવું કરવાની અનુકૂળતા પણ કરી આપી હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. ભૂતકાળમાં ભલે કયારેય આવો કિસ્સો બન્યો ન હોય પરંતુ, આવી પરિસ્થિતી નિર્માણ થાય ત્યારે શું કરવું જોઈએ કે શું કરવાનું રહે એ બાબતથી લીગલ શાખા, ટીપી શાખા કે વહિવટી પાંખ કે ઉચ્ચ અમલદારો અજાણ હોય તેવું ન બની શકે તે પણ હકીકત છે. પરંતુ કયાંક ને કયાંક, કંઈક ને કંઈક અકળ કારણોસર આ સોદો બે વર્ષથી લટકતો રહ્યો છે. આ મામલે જવાબદારોની જવાબદારી સુનિિત થવી જોઈએ.
મહાપાલિકા તત્રં પગલા લેવાનું કયારથી શરૂ કરશે? વિદ્રાન વકિલોની ફોજ શું કરે છે?
નાનામવા ચોકના ઉપરોકત પ્લોટના કિસ્સામાં છેલ્લ ા બે વર્ષથી ૯૪ કરોડ જેવી રકમ વસુલવાની બાકી છે પરંતુ આ મામલે મહાપાલિકા તંત્રએ પ્લોટ ખરીદનાર બિલ્ડર સામે કોઈ પગલા લીધા નથી. એકાદ બે નોટિસો અગાઉ આપી હતી અને હવે અંતિમ નોટિસની બજવણી કરી છે શું આ પ્રકરણમાં લીગલ ઓપીનિયન લઈને કાર્યવાહી ન થઈ શકે? જો થઈ શકતી હોય તો શા માટે કરવામાં આવતી નથી? મહાપાલિકાની લીગલ શાખા પાસે વિદ્રાન વકિલોની ફોજ ઉપલબ્ધ છે તેઓ શું કરી રહ્યા છે? કે પછી વહિવટી પાંખ તરફથી આ મુદ્દો લીગલ બ્રાંચ સુધી લઈ જવામાં જ આવ્યો નથી? આ મુદ્દો પણ તપાસ માગી લે તેવો છે.
બિલ્ડર જો હવે પૈસા ભરી આપે તો પણ વ્યાજની નુકસાની અને બજાર કિંમતના તફાવતનું શું?
નાનામવા ચોકના ઉપરોકત સોનાની લગડી જેવા પ્લોટના કિસ્સામાં કદાચ જો બિલ્ડર પૈસા ભરી આપે તો પણ તેણે પૈસા ભરવામાં બે વર્ષ સુધી જે વિલબં કર્યેા છે તે સમયગાળા સુધીના રકમના વ્યાજની ગણતરી શું થાય? રૂા.૯૪ કરોડ બે વર્ષ સુધી બાકી રાખવામાં આવ્યા છે તેનું વ્યાજ કેટલું થાય? જો સામાન્ય નાગરિકએ તેના મકાન કે દુકાનનો બે કે ત્રણ વર્ષનો મિલકત વેરો ન ચૂકવ્યો હોય તો મહાપાલિકા તત્રં તેના ઉપર ૧૮ ટકા લેખે વ્યાજ વસુલે છે અને નોટિસો ફટકારીને મિલકતધારકની ઉંઘ હરામ કરી નાખે છે. મિલકત જી અને સિલીંગ સહિતના પગલા લેવામાં આવે છે. સામાન્ય નાગરિકો સાથે ઉઘરાણી માટે આ પધ્ધતિ અપનાવાય છે તો નાનામવા ચોકના કિસ્સામાં બિલ્ડર દ્રારા વિલંબીત ચૂકવણીના મામલે વ્યાજનું જે નુકસાન જાય તે મહાપાલિકા તંત્રને કોણ ચૂકવશે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech