મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે હવે અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયેલના સમર્થનમાં આવ્યું છે. અમેરિકાએ ઈઝરાયેલને 20 અબજ ડોલરના શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી છે.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને મધ્ય પૂર્વમાં તણાવ વધારી દીધો છે. ઈરાન તરફથી મોટા હુમલાની આશંકા વચ્ચે, યુએસ પ્રમુખ જો બિડેને બુધવારે (14 ઓગસ્ટ) ઈઝરાયેલને $20 બિલિયનથી વધુના મોટા હથિયારોના વેચાણને મંજૂરી આપી હતી. જેમાં નવા F-15 ફાઈટર જેટ અને હજારો ટેન્ક અને મોર્ટાર શેલનો સમાવેશ થાય છે. આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે બિડેને ઈઝરાયેલ અને હમાસ પર 10 મહિનાના યુદ્ધ બાદ યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર આ હથિયારો ઈઝરાયેલ સુધી પહોંચતા ઘણા વર્ષો લાગશે. જે અંતર્ગત મોટી સંખ્યામાં ફાઈટર પ્લેન, હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ, ટેન્ક દારૂગોળો અને અન્ય લડાયક શસ્ત્રો ઈઝરાયેલ મોકલવામાં આવશે, કારણ કે મધ્ય પૂર્વમાં સંઘર્ષની શક્યતા વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech