ઉપલેટામાં રહેતા સંબંધીના દીકરાના લગ્ન પ્રસંગના જમણવારમાં જમવાનું કેમ પૂછતો નથી કહી આધેડ પર કૌટુંબિક વેવાઈ અને તેના બે પુત્રોએ ધોકા, પાઇપ વડે હુમલો કરી મારમાર્યેા હતો. આધેડને છોડાવવા વચ્ચે પડેલા તેના દીકરા અને ભાણેજને ઢીકાપાટુનો મારમારતા ત્રણેયએ સારવાર લીધી હતી. બનાવ અંગે કૌટુંબિક વેવાઈ અને તેના બે પુત્રો સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઉપલેટાના ખાખીજાળીયા રોડ પર સોનલનગરમાં રહેતા મનસુખભાઈ લખમણભાઇ મકવાણા (ઉ.વ.૫૦) નામના આધેડ ગઈકાલે ઉપલેટામાં રહેતા સંબંધી કેશુભાઈ ગીગનભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે ગયા હતા દરમિયાન લગ્ન પ્રસંગનો જમણવાર ચાલતો હતો ત્યારે કૌટુંબિક મામા દાનભાઈ મોટી ઉંમરના હોવાથી મનસુખભાઇએ તેને થાળી કરી દીધી હતી અને કાંઈ જોઈતું હોય મામા તો કહેજો તેમ કહ્યું હતું. ત્યારે બાજુમાં જમવા બેઠેલા કૌટુંબિક વેવાઈ ધીભાઈ ભીખાભાઇએ તું મને કેમ કાંઈ જમવાનું પૂછતો નથી ? કહી બોલાચાલી કરી હતી. બાદમાં સાંજે મનસુખભાઇ ફુલેકામાં જતા હતા ત્યારે અશ્વિન ચોકમાં રાખેલું માં મોટરસાઇકલ લેવા માટે પુત્ર સાથે જતા ત્યાંજ રહેતા કૌટુંબિક વેવાઈ ધીભાઈ જોઈ જતા ઘરમાંથી પાઇપ કાઢી હત્પમલો કર્યેા હતો. એટલામાં ધીભાઇના બંને દીકરા કિશન અને ઋત્વિક પણ આવી ગયા હતા અને મને ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યેા હતો.
મારામારીમાંથી છોડાવવા વચ્ચે પડેલા આધેડના પુત્ર કિશન અને ભાણેજ રણજિતને પણ ઢીકાપાટુનો મારમાર્યેા હતો. અને ત્રણેય પિતા પુત્રો ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં આધેડના મોટા પુત્રને ફોન કરતા ત્યાં રિક્ષા લઈને આવ્યો હતો અને ત્રણેયને સારવાર માટે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આધેડની ફરિયાદ પરથી કૌટુંબિક વેવાઈ ધીભાઈ ભીખભાઈ સોલંકી તેના બંને પુત્રો ઋત્વિક અને કિશન સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech