છ શખ્સો સામે ફરિયાદ
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સોયબ ઉર્ફે મીની અલાઉદ્દીન બોલીમ નામના 34 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને બશીર રાઠોડ અને રવિભાઈ બ્રાહ્મણ ઉપરાંત અન્ય ચાર અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી અને ગેરકાયદેસર રીતે મંડળી રચીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેમને પગમાં સાત તેમજ હાથમાં ત્રણ ફેક્ચર સહિતની ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સંદર્ભે દ્વારકા પોલીસે રાયોટીંગ તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.ડી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આરંભડાના બે શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા પ્રકાશ અનિલભાઈ ચાનપા અને ભાવેશ દેવાયતભાઈ ચાનપા નામના બે શખ્સોને પોલીસે વિદેશી દારૂની પાંચ બોટલ તેમજ મોબાઇલ ફોન ઉપરાંત સુઝુકી એક્સેસ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 52,810 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતો શ્યામ ચાસીયા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે મીઠાપુર પોલીસમાં ગુનો નોંધાયો છે.
અન્ય એક કાર્યવાહીમાં મીઠાપુર તાબેના ભીમરાણા ગામના મયુર કાપડી નામના શખ્સ દ્વારા રાખવામાં આવેલી રૂ. 3372/- ની કિંમતની 6 વિદેશી દારૂની બાટલીઓ પોલીસે કબજે કરી હતી. આ પ્રકરણમાં આરોપી મયુર કાપડી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે.
દ્વારકામાં ચાર જુગારીઓ ઝડપાયા
દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા નાનુભા પોલાભાવ માણેક અને પ્રેમ ભીખુભાઈ કારાણી નામના બે શખ્સોને તેમજ નજીકના બારડીયા ગામેથી નારણ દેવા હાથિયા અને કિશન બાલુભા જામ નામના બે શખ્સોને પણ મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech