ગઈકાલે ગુજરાતમાં મિનિ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. તલ, બાજરી, મગ, કેરી સહિતના પાકનો સોથ વળી ગયો છે. ખેડૂતોએ મોઢે આવેલો કોળિયો છિનવાતા સરકાર પાસે સહાયની માંગ કરી છે.
આંબામાંથી પવનના કારણે કેરી ખરી ગઈ
રાજકોટનાં પાળ ગામના ખેડૂત પિન્ટુભાઈ માળીએ જણાવ્યું હતુ કે, આંબામાંથી પવનના કારણે કેરી ખરી ગઈ છે. કેરીનો તૈયાર પાક ખરી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની બાર મહિનાની મહેનત પાણીમા ગઈ છે. આ ઉપરાંત ઉનાળુ તલ અને મગ સહિતના પાકને પણ નુકસાન થયુ છે. દર વર્ષે માવઠું ખેડૂતો માટે વેરી બનીને આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
કચ્છમાં કેસર કેરીની મીઠાસ બજારમાં પહોંચે તે પહેલા જ નુકસાન
ક્ચ્છમાં કમોસમી વરસાદ અને ભારે પવનની અસરથી કેસર કેરીના પાકમાં 20 ટકા નુકશાન થયું છે. કેસર કેરી ભારે પવનને પગલે ખરી પડી છે. જેના કારણે માર્કેટમાં ઓછી રહેશે જેથી આગામી સમયના કેસર કેરીની મીઠાસ મોંઘી બની ભાવ વધવાની શક્યતા છે.
આણંદમાં આંબા પરથી 50 ટકા કેરીઓ ખરી
આણંદ જિલ્લામાં ભારે પવનને કારણે આંબા પરથી 50 ટકા ઉપરાંત કેરીઓ ખરી પડવાથી ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે.
કેરીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની અસર કેરીના પાક પર થઈ છે, જેના કારણે કેરીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી વલસાડે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે. ખેડૂતોને ખેત ઉત્પાદન અને કાપણી કરેલા પાકને સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી ઢાંકવાની સલાહ આપવામાં આવી છે.
સુરતના ઓલપાડમાં 20 વીઘાની આંબાની વાડીમાં નુકસાન
સુરતના ઓલપાડ કઠોદરા વિસ્તારમાં આવેલી 20 વીઘાની આંબાની વાડીમાં રાજાપુરી, કેસર, હાફૂસ અને ટોટાપુડી જેવી વિવિધ જાતની કેરીઓનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે. આ વિસ્તારમાં લગભગ 70થી 80 ટકા કેરીઓ જમીન પર ખરી પડી છે. આ કુદરતી આફતે ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફેરવી દીધું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે આર્થિક સહાયની માંગણી કરી છે. કમોસમી વરસાદ અને તોફાની પવનોએ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech