મોટી ખાવડીમાંથી બોગસ તબીબ પકડાયો

  • May 21, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એસ.ઓ.જી શાખા ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને કોઈપણ પ્રકારની ડિગ્રી મેળવ્યા વિના ગરીબ દર્દીઓ સાથે આરોગ્યના ચેડાં કરી રહેલા એક બોગસ તબીબને ઝડપી લીધો છે, અને તેની સામે મેઘપર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


એસ.ઓ.જી.ના સ્ટાફ ને બાતમી મળેલ કે, મોટી ખાવડી ગામની મેઈન બજારમાં કૃષ્ણ મોહમ સિંહ નામનો ઈસમ મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ન હોવા છતા કૃષ્ણા બિહારી ક્લિનીક નામનુ દવાખાનુ ખોલી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકાર ની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે, તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્જામાથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, વિગેરે સાધનો મળી કુલ રૂ.૪૦૪૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મેઘપર (પડાણા) પોલીસ મથકમાં મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા બી.એન.એસ. કલમ ૧૨૫ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે, અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application