યોજનાનો લાભ લેવા અરજદારો આગામી તા.૩૦ જુન સુધી ઓનલાઈન અરજી કરી શકશે
જામનગર તા.૨૧ મે, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં વર્ષ ૨૦૨૫માં સમગ્ર રાજયના સફાઇ કામદારો અને સફાઇ કામદારના આશ્રિત બાળકોમાં ઉતીર્ણ થયેલાં બાળકોને ઇનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ નીચે દર્શાવ્યા મુજબ ઇનામની રકમ અને પ્રશસ્તિ પત્ર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે.
આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઇ ધોરણ રાખવામાં આવેલ નથી. આ યોજનાનો લાભ લેવા માટે સફાઇ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ ૨૦૨૫ની માર્કશીટની નકલ રજુ કરવાની રહેશે.
માર્ચ /એપ્રિલ -૨૦૨૫માં લેવામાં આવેલ એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકશે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech