રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત ચશ્મા તથા ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેયની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, ખંભાળિયા વિભાગના સુપરવિઝન હેઠળતારીખ 28-1-25 ના રોજ જીલ્લા ટ્રાફિક શાખા પીએસઆઇ વી.એમ.સોલંકી તથા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 તારીખ 1-1-25 થી 31-1-25 અંતર્ગત ખંભાળિયા-દ્વારકા હાઇવે રોડ ખંભાળિયા પાયલ ચોકડી પાસે એસટી બસ ડ્રાઇવર-કંડક્ટર તથા ટ્રક ચાલકો તથા અન્ય વાહન ચાલકો માટે 'પરવાહ' માર્ગ સલામતી કાર્યક્રમ હેઠળ નિ:શુલ્ક આંખ તપાસણી તથા ચશ્મા વિતરણ તથા ડાયાબિટીસ-બીપી તપાસણી ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ તથા ટ્રાફિક અવેરનેસ સ્ટીકર્સ ચોટાડવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ.
જેમાં સરકારી હોસ્પિટલ ખંભાળિયા ડો. ઉત્સવ પડીયા તથા મેડિકલ ટીમ, એઆરટીઓ અધિકારી તથા એસટી ડેપો મેનેજર મિલન રાઠોડની ઉપસ્થિતિમાં એસટી બસ ડ્રાઈવર તથા ટ્રક ચાલકો તથા અન્ય વાહન ચાલકો એમ કુલ 147 વાહન ચાલકોની આંખ તથા બીપી ડાયાબિટીસ તપાસણી કરવામાં આવેલ, જેમાં ચેકઅપ દરમિયાન 53 જેટલા વાહન ચાલકોને નંબર જણાતા 53 વાહન ચાલકોને ફ્રીમાં ચશ્મા વિતરણ કરવામાં આવેલ, તેમજ વાહન ચાલકોને ટ્રાફિક રૂલ્સ બાબતે અવેરનેસ આવે તે માટે ટ્રાફિક રુલ્સ અંગેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવેલ, તથા વાહનોમાં ટ્રાફિક અવેરનેસ સ્ટીકર્સ લગાવવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech