રાજકોટ શહેરમાં પેટ લવર્સ, દેશ વિદેશની શ્ર્વાન પ્રજાતિના શોખીનો તેમજ અશ્ર્વપ્રેમીઓ માટે અવનવા ડોગ અને હણહણાટી કરતા અલગ અલગ નસલના અશ્ર્વોને નિહાળવાનો મોકો મળશે. આગામી રવિવારે શાક્રી મેદાનમાં ડોગ શો યોજાશે. જયારે શહેરની ભાગોળે મુંજકાથી આગળ ઇશ્ર્વરીયા નજીક બે દિવસીય અશ્ર્વ સ્પર્ધામાં રોમાંચિત રાઇડસને અશ્ર્વોનો અનેરો લ્હાવો માણી શકાશે.
રાજકોટ શહેરમાં પેટ લવર્સ માટે ડોગ શોનું સૌરાષ્ટ્ર્ર કચ્છ પેટ ટ્રેડર્સ અનેક બીડર્સ એસોસિએશન દ્રારા આગામી રવિવારે તા.૫ જાન્યુઆરીના રોજ શહેરની મધ્યે શાક્રી મેદાન ખાતે આયોજન કરાયુ છે. બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે દસ સાત કલાક સુધી ગ્રાઉન્ડ પર દેશ વિદેશી પ્રજાતિના બુલડોગથી લઇ બાસ્કેટ પેટ સુધીના શ્ર્વાન જોવા મળશે. ૨૫થી વધુ પ્રજાતિઓમાં ગોલ્ડન રીટરીવર, જર્મન સેફર્ડ એમાય, સીંગલ ડબલ કેટેટ, બનાના જેવી પ્રજાતિ હશે. પોમેરિયન, પીગબૂલા, હસ્કી, સીટઝુ, સેન બર્નાડ, ચાંવચાંવ, ચિળાવા, લેબ્રાડોર, ડોબરમેન સહિતની ૨૫થી વધુ પ્રજાતિઓ રવિવારે ગ્રાઉન્ડમાં જોવા મળશે.
રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર્ર કચ્છ કે અન્યત્રથી પણ શ્ર્વાન માલિકો પોતાના અવનવા શ્ર્વાનને લઇને આવશે. ગ્રાઉન્ડમાં શ્ર્વાનોના રેમ્પ વોક, કેટવોક કે આવી ચાલ તેમજ ડોગમાં રહેલા ડિસીપ્લીન ઓબેડિયન ડોગ્સ જોવા મળશે. ડોગ વચ્ચે અલગ–અલગ વોક તેમજ અન્ય સ્પર્ધાઓ, ડોગ્સના ગુણ માર્કસ સાથે ડોગને અલગ–અલગ કેટેગરીમાં જજીસ દ્રારા સિલેકટ કરાશે અને વિજેતા જાહેર કરાશે.
ડોગ શોની સાથે ડોગ માલીકોને તેમના શ્ર્વાનને સાચવણી, તંદુરસ્તીથી લઇ ટ્રેનિંગ, સારા ફત્પડસ કે હેલ્થ વીશેની ટીપ્સ અપાશે અને શ્ર્વાન નિષ્ણાતો પણ ત્યાં હશે. આયોજનને સફળ બનાવવા ભુવનેશભાઇ પંડયા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે. પેટ લવર્સની સાથે અશ્ર્વશોખીનો પ્રેમીઓ માટે હાલાર કલબ દ્રારા આગામી તા.૧૧ તથા ૧૨ ફેબ્રુઆરીના રોજ અશ્ર્વ શો યોજાશે.
અશ્ર્વ ઇન્ડયુરન્સ રાઇડસમાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી જાતવાન અશ્ર્વો સાથે તેમના માલિકો ટ્રેનર સાથે આવશે. આ રાઇડસમાં અશ્ર્વ અને તેમના અશ્ર્વારો બન્નેની પરિક્ષા તથા પાણી મપાઇ જાય છે. ત્રણેક કલાકથી વધુ સમય સુધી અશ્ર્વો ડુંગરાળથી લઇ કાદવ કિચડ, નદી નાળા વચ્ચે નકકી થયેલી સમય મર્યાદામાં રૂટ પાર કરશે. ૨૦થી વધુ કિલોમીટર સુધીની આ રાઇડસ હશે જેમાં વીડી કે જંગલ જેવા વિસ્તારોના રૂટ પસદં કરાયા છે. રૂટ પર ચેક પોઇન્ટ ઉભા કરાશે અને જયાં જજ કમિટીના મેમ્બર્સ હશે. જે પોઇન્ટ પર પહોંચશે ત્યાં તેનું ટાઇમીંગ અને અશ્ર્વની ચાલ સ્થિતિ સહિતના નોટીંગ કરવામાં આવશે. વહેલી સવારથી બપોર સુધી આ રાઇડસ યોજાશે. ૨૦ કિલોમિટર અને અન્ય અંતરની અલગ અલગ રાઇડસમાં પ્રથમ, દ્રિતીય અને તૃતિય વિજેતા અશ્ર્વની પસંદગી કરવામાં આવશે અને આ અશ્ર્વ તથા તેના માલીક, રાઇડરનું પણ સન્માન થશે. બે દિવસના અશ્ર્વ શોમાં પ્રથમ દિવસે અશ્ર્વોનું પરિક્ષણ અને અશ્ર્વોના માલીક સાથે જજ અને આયોજકોની નિયમોની સમજણ ઉપરાંત આ રાઇડસ માટેના રૂટનું નિરિક્ષણ કરાશે ત્યારબાદ ઇન્ડયુરન્સ રાઇડસ યોજાશે. હાલાર કલબ આયોજીત અશ્ર્વ માટેના બે દિવસીય આયોજનનું અશ્ર્વપ્રેમીઓના અવનવા જાતવાન કાઠીયાવાડી, મારવાડીથી લઇ અન્ય નસલના અશ્ર્વો અને તેના કરતબો પણ નિહાળવા મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech