રાજકોટના લોકમેળાનું ગુંચવાયેલું કોકડું કેમેય કરીને ઉકેલાતું નથી, એક પછી એક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. હજુ રાઈડસ ધારકોનો પ્રશ્ન અધ્ધરતાલ છે ત્યાં આઈસ્ક્રીમના સ્ટોલ માટે ઈચ્છા ધરાવનારા ધંધાર્થીઓએ પણ મોં ફેરવી લેતાં કલેકટર તંત્રને રાઈડસની સાથે હવે આઈસ્ક્રીમના સ્ટોલની નવી ઉપાધી આવી પડી છે. આઈસ્ક્રીમના ધંધાર્થીઓનું એવું કહેવું છે કે, જો રાઈડસ ન હોય તો માણસો ઓછા આવે અને અમારા ધંધાને પણ ફટકો પડે. નુકસાની વેઠવી એથી તો નિરાંત રાખવી સારી.
અિકાંડની ઘટનાને લઈને રાય સરકાર દ્રારા મેળા અને જાહેર કાર્યક્રમો માટેની બનાવાયેલી નવી એસઓપીના કેટલાક અઘરા નિયમો અને ગોઠવણો લોકમેળામાં દર વર્ષે ભાગ લેનારા રાઈડસ ધારકો માટે આકરી પડી છે જેથી પ્રથમથી જ રાઈડસ ધારકોએ ફાઉન્ડેશન કે આવા નિયમો હટાવવામાં આવે તો જ મેળામાં ભાગ લેશું તેમ કહીને મોં ફેરવી લીધું હતું. હરાજીમાં જોડાતા ન હતા. સાથે આઈસ્ક્રીમના સ્ટોલ ધારકોને એડવાન્સ જીએસટીનો પ્રશ્ન હતો તેથી તેઓએ પણ આ પ્રશ્ન ઉકેલવા માટે માગણી ઉઠાવી હતી અને અત્યાર સુધી આઈસ્ક્રીમના સ્ટોલ માટેની હરાજીથી અળગા રહ્યા હતા.
રાઈડસ ધારકોને આશા હતી કે, નિયમ હળવા થશે પરંતુ કલેકટર દ્રારા રાય સરકારની એસઓપી હોવાનું અને સલામતીના ભોગે કોઈ બાંધછોડ નહીં તેવું ગઈકાલે સ્પષ્ટ્ર જણાવી દીધું હતું. જેથી ગઈકાલ બપોર બાદની હરાજીમાં રાઈડસવાળા કોઈ જોડાયા ન હતા. આઈસ્ક્રીમ અને ખાણીપીણીના ધંધાર્થીઓ તથા રાઈડસના ધંધા બન્ને લોકમેળામાં એકબીજાના પર્યાયરૂપ આવકના ોત હોય છે. રાઈડસવાળાઓએ મેળામાં નહીં જોડાવવા માટે અત્યાર સુધી અડીખમ રહ્યા છે.
આ વાતને લઈને આઈસ્ક્રીમના સ્ટોલ માટેના ધંધાર્થીઓને અગાઉથી જ એડવાન્સ જીએસટી લેવાનો વિરોધ હતો સાથે હવે રાઈડસવાળા ન આવે તો આઈસ્ક્રીમનો ધંધો સાવ ચાલે જ નહીં અને ખોટ ખમવી પડે તેવા વલણને લઈને ગઈકાલે આઈસ્ક્રીમના સ્ટોલ માટે પણ હરાજીમાં કોઈ જોડાયા ન હતા.
રાઈડ ન આવવાથી મેળાનો રગં ફીકકો પડશે જો હવે આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો નહીં જોડાય તો મેળાની મીઠાશ ઘટશે.
કલેકટર તત્રં દ્રારા આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો હરાજીમાં ભાગ ન લે તો તેના ઓપ્શનમાં ડાયરેકટ આઈસ્ક્રીમ પ્રોડકટની કંપનીઓને સ્ટોલ આપવા તેવું પણ કદાચ વિચારાશે અને રાઈડસ ન આવે તો આ ખાલી પ્લોટમાં અન્ય નાની રાઈડસ કે આવી કોઈ નવી વ્યવસ્થા ઉભી કરવા તરફ પણ તત્રં વિચારાધીન હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech