સિંગાપોરમાં તાજેતરમાં આવેલા કોવિડના પેટા–વેરિયન્ટ કેપી.૨ના ભારતમાં ૨૯૦ કેસ અને કેપી.૧ના ૩૪ કેસ મળી આવ્યા છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ જેએન.૧ના આ પેટા વેરિયન્ટ ગંભીર નથી અને તેનાથી દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જર નથી પડી તેમજ કેસ ગંભીર નથી બન્યા. તેમણે જણાવ્યું કે વાયરસના આ મ્યુટેશન કુદરતી છે અને સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મ્યુટેશન ઝડપી ગતિએ ચાલુ રહેશે જે સાર્સ કોવિડ જેવા વાયરસની વિશિષ્ટ્રતા છે. આથી ચિંતા અથવા ગભરાટનું કોઈ કારણ નથી.
ઈન્ડિયન સાર્સ કોવી–ટુ જેનોમિકસ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી) સંવેદનશીલ સર્વેલન્સ સીસ્ટમ છે જે નવા વેરિયન્ટને પ્રારંભિક તબક્કામાં જ ઓળખી કાઢવા તેમજ ચેપની ગંભીરતામાં થતા કોઈપણ ફેરફાર પર દેખરેખ રાખવા હોસ્પિટલમાંથી સેમ્પલો એકત્ર કરવા સક્ષમ છે.
આઈએનએસએસીઓજીના ડાટામાંથી મળેલી માહિતી અનુસાર કેપી.૧ કેસ સાત રાયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે જેમાં પશ્ચિમ બંગાળ ૨૩ કેસ સાથે સૌથી ટોચે છે. અન્ય રાયોમાં ગોવા (૧), ગુજરાત (૨), હરિયાણા (૧), મહારાષ્ટ્ર્ર (૪), રાજસ્થાન (૨) અને ઉત્તરાખંડ(૧) સામેલ છે.
કેપી.૨ કેસ વધુ પ્રમાણમાં ફેલાયા છે જેમાં મહારાષ્ટ્ર્ર ૧૪૮ કેસ સાથે સૌથી ટોચે છે. કેપી.૨ નોંધાયા હોય તેવા અન્ય રાયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી (૧), ગોવા (૧૨), ગુજરાત (૨૩), હરિયાણા (૩), કર્ણાટક (૪), મધ્ય પ્રદેશ (૧), ઓડિશા (૧૭), રાજસ્થાન (૨૧), ઉત્તર પ્રદેશ (૮), ઉત્તરાખડં (૧૬) અને પ.બંગાળ (૩૬) સામેલ છે.
ઉલ્લેખનીય છે કે સિંગાપોર કોવિડ–૧૯ની નવી લહેરનો સામનો કરી રહ્યું છે. ૫મી મેથી ૧૧ મે સુધી અહીં તેના ટેકનીકલ ઘટકો પરથી લર્ટ તરીકે ઓળખાતા કેપી.૧ અને કેપી.૨ સાથેના ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા હતા. વૈશ્વિક સ્તરે કેપી.૧ અને કેપી.૨ સહિત જેએન.૧ અને તેના પેટા–વેરિયન્ટ મુખ્ય રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કેપી.૨ને નિરીક્ષણ રાખવા યોગ્ય વેરિયન્ટ તરીકે જાહેર કયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech