MI સામે જીત મેળવ્યા બાદ પણ RCBના કેપ્ટન રજત પાટીદારને થશે નુકસાન, BCCIએ ફટકાર્યો દંડ

  • April 08, 2025 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે રમાયેલી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું. 64 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર કેપ્ટન રજત પાટીદારને મેચનો શ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો. તેની સાથે વિરાટ કોહલીએ પણ 67 રનની શાનદાર ઇનિંગ રમી. આ જીત પછી પણ કેપ્ટન પાટીદારને નુકસાન થયું છે. બીસીસીઆઈએ તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.


મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન આરસીબીના કેપ્ટન રજત પાટીદારને તેમની ટીમ (આરસીબી) દ્વારા સ્લો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચારસંહિતાના કલમ 2.2 હેઠળ, જે ન્યૂનતમ ઓવર-રેટ ગુનાઓ સાથે સંબંધિત છે, આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હતો, પાટીદારને ₹ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.


ફિલ સોલ્ટના રૂપમાં પહેલી વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલીએ દેવદત્ત પડિકલ સાથે 91 રનની ભાગીદારી કરી, ત્યારબાદ રજત પાટીદાર સાથે 48 રન ઉમેર્યા. કોહલી 42 બોલમાં 67 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરી. તેણે 32 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. આ ઇનિંગ માટે તેને મેચનો શ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો. આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 222 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.


રન ચેઝ કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી નહોતી રહી પરંતુ તિલક વર્મા અને હાર્દિક પંડ્યાની જોરદાર બેટીંગે ટીમને સાવ જીત નજીક પહોંચાડી દીધી. મુંબઈને જીતવા માટે 12 બોલમાં 28 રનની જરૂર હતી, જોશ હેઝલવુડે 19મી ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યાની વિકેટ લઈને પોતાની ટીમ માટે મેચ મજબૂત બનાવી. ત્યારબાદ છેલ્લી ઓવરમાં કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી અને RCB એ જીત હાંસલ કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application