સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્રારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવેલ છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે સ્પે.લીવ પીટીશન નં.૮૫૧૯૨૦૦૬, તા.૦૭૦૯૨૦૦૯ અને તા.૨૯૦૯૨૦૦૯ના ઓર્ડરથી જાહેર શેરીઓ, જાહેર ઉધાનો કે અન્ય જાહેર સ્થળો વગેરે પર ધાર્મિક પ્રકારના જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુદ્રારા વગેરે પ્રકારના ધર્મસ્થાનોના અનઅધિકૃત થયેલા બાંધકામ દુર કરવા તથા નવા અનઅધિકૃત ધાર્મિક બાંધકામ ન થાય તે અંગે રાજય સરકારે જરી નિર્દેશો–સૂચનાઓ પ્રસારીત કરવા આદેશ કરવામાં આવેલ છે.
આ સુચના અન્વયે ગીર સોમનાથ જિલ્લ ામાં ઝુંબેશના ભાગપે વેરાવળ તાલુકાના પ્રભાસપાટણમાં આવેલ સરકાર સદરેની સ.નં.૧૮૫૧ અને સ.નં.૧૮૫ર વાળી જમીન પરના ધાર્મિક દબાણ તાજેતરમાં દુર કરવામાં આવ્યાં છે.
આ જમીન પર અન્ય વ્યકિતઓના પ્રવેશ કે દબાણ કરવાથી લોકો વચ્ચે ઘર્ષણ, કોમી હિંસા, રમખાણો તથા તોફાનો થવાની સંભાવના જણાય છે. જેથી જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા અગમચેતીના પગલા લેવાના ભાગપે અન્ય કોઈ ઈસમ–સંસ્થા–કંપનીના પ્રવેશબંધી અંગેનું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ–૧૬૩ હેઠળ ગીર સોમનાથ જિલ્લ ા મેજીસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્રારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ હત્પકમનો ભગં કરનાર અથવા ઉલ્લ ંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ–૨૨૩ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભગં બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.૦૧૦૪૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે
સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરાઇ
ખેરાળીથી છાપરી ગામને જોડતા સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની રજૂઆત અન્વયે હસનાવદર, ખેરાલી ગામના ખેડૂતો દ્રારા સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર વેરાવળ ગ્રામ્યની ટીમ દ્રારા દિન–૬માં રસ્તો અંદાજિત લંબાઈ આશરે ૨ કિ.મી. તથા અંદાજિત ૧૪થી ૧૬ ફટ જુદી જુદી જગ્યાએ પહોળાઈ ધરાવતા રસ્તા પર જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ સર્વે ખાતેદારોની સંમતિથી હટાવી રસ્તો ખૂલ્લ ો કરવામાં આવ્યો છે. જેની બજાર કિંમત આશરે ૧૫ લાખ થાય છે.
ગીર દેવળી ગ્રામ પંચાયત દ્રારા ૪૪ દબાણકારોનું દબાણ દૂર કરાયું
જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કોડિનાર તાલુકાના ગીર દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્રારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ૪૪ દબાણકારો દ્રારા દબાણ કરવામાં આવેલી આશરે ૨,૩૦,૦૦૦ ચો.મી. ગૌચર જમીન કિંમત અંદાજીત . ૩ કરોડ ૪૫ લાખની જમીન ખુલ્લ ી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech