રાજકોટમાં ઇન્ડિયા અને ઇગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટી-20 મેચ આવતીકાલે સાંજે 7 વાગ્યે ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. આ માટે ગઈકાલે જ ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. આજે ઇંગ્લેન્ડની ટીમ ખંઢેરી સ્ટેડિયમ પહોંચી નેટ પ્રેક્ટિસ કરી હતી. ઇંગ્લિશ ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો. નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે કહ્યું હતું કે, જીતવાનો પૂરો પ્રયાસ કરીશું
બે મેચ ટીમ ઇન્ડિયા જીતી ચુકી છે
માર્ક વુડે વધુમાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડની ટીમ બહું જ પોઝિટિવ છે. હજુ સિરીઝમા ત્રણ મેચ બાકી છે. તેમાં જીતવાનો પૂરો પ્રયાસ કરીશું. પહેલી મેચમાં હાર બાદ બીજી મેચ બહુ ક્લોઝ રહી તો હવે આગળની મેચમાં વધુ એફર્ટ્સ સાથે ટીમ ઉતરશે.
ખંઢેરી સ્ટેડિયમની પિચ બેટિંગની
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે પ્રખ્યાત છે. કોઈ પણ આશા રાખી શકે છે ટ્રેક સારો હશે અને તે એક ઉચ્ચ-સ્કોરિંગ મેચ થવાની આશા છે. આ મેદાન પર રમાયેલી મેચોનો ઇતિહાસ જોઇએ તો પ્રથમ બેટિંગ કરનારી ટીમો ફાયદામાં રહી છે. લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમોને વધુ મેચો ગુમાવવી પડી છે. આથી રાજકોટમાં ટોસ મહત્વનું પરિબળ બની ગયું છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડ્સ ટી-20માં
અત્યારસુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 26 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ચૂકી છે. જેમાંથી ભારતનો 15માં વિજય થયો છે, જ્યારે ઇંગ્લેન્ડે 11 મેચમાં વિજય મેળવ્યો છે. ભારત સામે ઈંગ્લેન્ડનો છેલ્લો વિજય 10 નવેમ્બર 2022ના રોજ એડીલેડમાં થયો હતો. ઘરેલું મેદાનની વાત કરીએ તો ભારતીય ટીમ 16 માર્ચ 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે છેલ્લી વખત હાર્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.
રાજકોટ હવામાનની આગાહી
આવતીકાલે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી ટી-20 મેચ દરમિયાન રાજકોટમાં 2 થી 4 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. en.climate-data.org મુજબ વરસાદની કોઈ શક્યતા જ નથી. જોકે ભેજનું પ્રમાણ 48 ટકા સુધી જઈ શકે છે. 28 જાન્યુઆરીએ રાજકોટમાં દિવસનું તાપમાન 20 ડિગ્રી આસપાસ રહી શકે છે. જોકે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
ભારત અને ઇંગ્લેન્ડની સંભવિત ટીમ
ભારત
ઈંગ્લેન્ડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMમાધવપુરના મેળા મા ફરવાની સાથોસાથ તેના ઇતિહાસને જાણવો પણ જરૂરી
April 03, 2025 12:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech