અબજોપતિઓની દુનિયામાં ઇલોન મસ્કે ઈતિહાસ રચી દીધો છે. તેમની કુલ નેટવર્થ ૩૫૦ બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. આ પ્રથમ વખત છે જેમાં કોઈ અબજોપતિની કુલ નેટવર્થ ૩૫૦ બિલિયન ડોલરને વટાવી હોય. જો કે, ટેસ્લાના શેરમાં થયેલા વધારાને કારણે ઇલોન મસ્કની નેટવર્થમાં ૧૦ અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.
દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન ઇલોન મસ્ક એવી સંપત્તિના પહાડ પર પહોંચી ગયા છે જેની અપેક્ષા દુનિયાના અન્ય કોઈ બિઝનેસમેન માટે કરવી મુશ્કેલ છે. ઇલોન મસ્કની કુલ સંપત્તિ હવે ૩૫૦ બિલિયન ડોલરને વટાવી ગઈ છે. આ પ્રથમ વખત છે યારે કોઈ અબજોપતિની સંપત્તિ આ ઐતિહાસિક આકં સુધી પહોંચી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસના ડેટા અનુસાર, ઇલોન મસ્કની સંપત્તિમાં ૧૦ અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.
ખાસ વાત એ છે કે, ચાલુ વર્ષમાં તેમની નેટવર્થમાં ૧૨૪ બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ઇલોન મસ્કની નેટવર્થમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારથી, તેમની નેટવર્થમાં ૮૯ બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. ૪ નવેમ્બરથી ઇલોન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં ૪૭ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસના ડેટા અનુસાર, તેમની કુલ નેટવર્થ હવે ૩૫૩ બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. આજ સુધી કોઈ અબજોપતિ આ કામ કરી શકયા નથી. થોડા દિવસો પહેલા તેણે પોતાનો જૂનો રેકોર્ડ તોડો હતો. ઇલોન મસ્ક ૩૦૦ બિલિયન ડોલરનો આંકડો પાર કરનાર એકમાત્ર વ્યકિત છે. તેણે નવેમ્બર ૨૦૨૧માં પહેલીવાર આવું કયુ હતું. હવે તેણે નવેમ્બર ૨૦૨૪માં કયુ. નિષ્ણાતોનું માનવું છે કે, જો આ જ વધારો ચાલુ રહ્યો તો આ વર્ષના અતં સુધીમાં ઇલોન મસ્ક ૪૦૦ બિલિયન ડોલરના બેન્ચમાર્કને પાર કરી શકે છે.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસના ડેટા અનુસાર સોમવારે ઇલોન મસ્કની કુલ સંપત્તિમાં ૧૦.૩ અબજ ડોલર અથવા ૪.૩ ટકાનો વધારો થયો છે. જો કે, ચાલુ વર્ષમાં તેની કુલ નેટવર્થમાં ૧૨૪ બિલિયન ડોલર એટલે કે ૫૪ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનાથી એટલે કે ૫ નવેમ્બરથી ઇલોન મસ્કની કુલ નેટવર્થમાં ૮૯ અબજ ડોલરનો વધારો થયો છે. ૫ નવેમ્બરના રોજ ઇલોન મસ્કની કુલ નેટવર્થ ૨૬૪ બિલિયન ડોલર હતી.
બીજી તરફ ટેસ્લાના શેરમાં બમ્પર વધારો જોવા મળ્યો છે. ટેસ્લાના શેરમાં ૩.૪૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો. જે બાદ કંપનીના શેર ઘટીને ૩૫૭.૦૯ ડોલર પર આવી ગયા છે. યારે ૪ નવેમ્બર પછી કંપનીના શેરમાં ૪૭ ટકાથી વધુનો વધારો જોવા મળશે. ૪ નવેમ્બરના રોજ કંપનીના શેર ૨૪૨.૮૪ ડોલર પર ટ્રેડ થઈ રહ્યા હતા. ચાલુ વર્ષમાં ટેસ્લાએ રોકાણકારોને ૪૩.૭૪ ટકા વળતર
આપ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech