શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. જાહેર રોડ તેમજ ગલી ખાંચામાં રખડતા ઢોર લોકોને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી રહ્યા છે. કેટલીક ઘટનાઓમાં નિર્દોષ લોકોનો ભોગ પણ લેવાઈ રહ્યો છે. આવી જ એક ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બની હતી. જેમાં મહુવા તાલુકાના નીચાકોટડા નજીકના દયાળ ગામે રખડતા એક આખલાએ વૃધ્ધાને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા નજીકના દયાળ ગામે રહેતા સવિતાબેન ગોવિંદભાઈ ચૌહાણ ને ગામમાં રખડતા આખલાએ અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બન્યો છે, વારંવાર રખડતા ઢોરના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.ત્યારે સંબંધિત તંત્રવહકો દ્વારા રખડતા ઢોર અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુળ દ્રારકા બંદરે ચાલુ કટિંગે ૮ લાખનો દારૂ પકડાયા મામલે પોલીસે બોટને કેમ જવા દીધી ?
June 05, 2025 11:02 AMઓપરેશન સિંદૂર દરમિયાન પાક.ના પરમાણુ બોમ્બ કમાન્ડ સેન્ટરને ભારે નુકસાન થયું હતું
June 05, 2025 10:57 AMઝૂમ મીટિંગમાં અપમાનિત થયેલા યુવકે ઓફીસના ટોક્સિક કલ્ચરનો પર્દાફાશ કર્યો
June 05, 2025 10:49 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech