એપ્લિકેશ પરથી લોન અપાવી દેવાના બહાને છેતરપિંડી કરનાર અઠગં ચીટર મહાવિરસિંહ સોલંકીને થોરાળા પોલીસે ઝડપી લીધો હતો.આ શખસે લોનના નામે અનેક સાથે છેતરપિંડી કરી હોય તેની પુછતાછ કરતા હાલ તેણે સાત વ્યકિત સાથે .૫.૪૭ લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.જે અંગે શહેરના ભકિતનગર, સાયબર ક્રાઇમ,તાલુકા અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આરોપીએ વધુ કેટલાક વ્યકિત સાથે છેતરપિંડી કરી હોવાની શંકા સાથે પોલીસે આ શખસની સઘન પુછતાછ હાથ ધરી છે.
છેતરપિંડીની આ ફરિયાદોમાં શહેરના જય ભોલેનાથ સોસાયટી શેરી નંબર ૨ ઈશ્વરીયા મેઇન રોડ માધાપર ગામમાં રહેતા રોહિત રાઘવભાઈ ચૌહાણ(ઉ.વ ૨૮) નામના યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકીનું નામ આપ્યું છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે જામનગર રોડ પર શેઠનગર પાસે શ્રી દ્રારકેશ ઈલેકટ્રીક અને હાર્ડવેર નામની દુકાન ધરાવે છે ગત તારીખ ૧૪૮૨૦૨૪ ના તે પોતાની દુકાને હતો ત્યારે મહાવીરસિંહ અહીં આવ્યો હતો અને પોતે નાવી બેન્કમાંથી આવે છે તેમ કહી લોન બાબતે વાત કરી હતી. યુવાને કહ્યું હતું તેના પર એક લોન ચાલતી હોય તે પૂરી થયા બાદ નવી લોનની જર છે જેથી આ શખસે કહ્યું હતું કે, તમારી લોન કલોઝ કરાવવી હોય તો તમારા ખાતામાં આવેલા પિયા મારા ખાતામાં ટ્રાન્સફર કરી આપો. ૨૪ કલાકમાં તમારી લોન બધં થઈ જશે બાદમાં તેને અલગ–અલગ કયુઆર કોડ આપ્યા હતા જેથી યુવાને આ કયુ આર કોડ પર રકમ ટ્રાન્સફર કરી હતી બાદમાં કહ્યું હતું કે, તમારી લોન બધં થઈ જશે વધારાના પિયા પાછા મારા ખાતામાં આવી જશે. ત્યારબાદ તેણે રિંગ પે નામની એપ્લિકેશન પરથી યુવાન પાસેથી ૨.૨૦ લાખની લોન કરાવી ૫૦,૦૦૦ લઈ આરોપીએ પોતાના અલગ–અલગ કયુઆર કોડ મારફતે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી યુવાન સાથે ૨. ૫૯ લાખની છેતરપિંડી કરી હતી.
યારે મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજના કવાર્ટરમાં રહેતા વિમલ હસમુખભાઈ સિદ્ધપુરાએ આ મહાવીરસિં સોલંકી સામે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવાને જણાવ્યું હતું કે, તે સંતોષ વેલ્ડીંગ નામની દુકાન ધરાવે છે. આરોપીએ પોતે બેંકની લોન મંજૂર કરવાનું કામ કરતો હોવાનું કહી વિશ્વાસમાં લઇ મોબાઈલ ફોનમાં ઓનલાઇન લોન આપતી અલગ અલગ એપ. ડાઉનલોડ કરાવી તેની પાસેથી પિયા ૩૩,૧૦૦ ની લોન મંજૂર કરાવી હતી. જે રકમ તેણે પોતાના અલગ–અલગ ખાતામાં ટ્રાન્સફર કરી આજદિન સુધી પિયા પરત આપ્યા નથી. આ ઉપરાંત આનદં મુકેશભાઈ કાચા સાથે પિયા ૨૨,૫૪૦ અને નરશી પાનખાણિયા સાથે પિયા ૧૧,૩૭૦ ની છેતરપિંડી કરી હતી. આમ કુલ ૬૭,૧૦૫ ની છેતરપિંડી કરી હોવા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
યારે મવડી પ્લોટ વિસ્તારમાં ડોકટર કે.કે.પાંભરવાળી શેરીમાં રાજદીપ સોસાયટી શેરી નંબર–૧ માં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરનાર હિતેશ બાબુભાઈ ઠુંમર (ઉ.વ ૩૯) દ્રારા આ શખસ સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, આરોપી મહાવીરસિંહે લોન અપાવવાની વાત કરી ફરિયાદીના ફોનમાં અલગ–અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરી કુલ પિયા ૧,૫૧, ૬૮૧ ની લોન મંજૂર કરાવી જે રકમ ફરિયાદીના એકાઉન્ટમાં જમા થયા બાદ લોનના પિયામાંથી તારીખ ૧૭૬૨૦૨૪ ના ફરિયાદીની જાણ બહાર ગુગલ પે મારફત .૯૩,૩૨૭ તથા તારીખ ૧૮૬૨૦૨૪ ના પેટીએમમાંથી પિયા ૩૭,૦૦૦ મળી ફલ પિયા ૧,૩૩,૩૨૭ ટ્રાન્સફર કરી લઇ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી.
મહાવિરસિંહ સામે વધુ એક ફરિયાદમાં શહેરના ઘંટેશ્વર નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર એસ.આર.પી કેમ્પ સામે અતુલ્ય બંગ્લોઝમાં રહેતા લમીનારાયણ વિજયભાઈ ઠાકોર દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવાન મોકાજી સર્કલ પાસે નર્સરીમાં ફલ ઝાડનો ઉછેર કરવાનું કામ કરે છે. આરોપીએ તેને લોન અપાવવાના બહાને મોબાઈલમાં પીઆઇએસએસ એચડટીટી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પિયા ૧૫,૦૦૦ ની લોન કરી પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી તેમજ ફરિયાદીના ક્રેડિટ કાર્ડ ચાલુ કરી દેવાનું કહી પિયા ૭૨,૯૮૦ ફરિયાદીના ક્રેડિટ કાર્ડમાંથી લઈ તે રકમ ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી કરી હોવાની આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અગાઉ પણ આ રીતે છેતરપિંડી કરવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મહાવિરસિંહ સોલંકીને થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એન.વાઘેલાની રાહબરીમાં પીએઅઆઇ એ.પી.રતન તથા ટીમે ઝડપી લઇ પુછતાછ કરતા આ સાત વ્યકિત ઉપરાંત વધુ કેટલાક શખસો સાથે તેણે આ પ્રકારે છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી છે.જે અંગે પોલીસ વિશેષ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech