સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. આ કેસમાં, બે રિયલ એસ્ટેટ કંપનીઓ પર ખરીદદારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ મહેશ બાબુને 27 એપ્રિલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા વિવાદાસ્પદ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા બદલ અભિનેતાની તપાસ ચાલી રહી છે. અહેવાલો સૂચવે છે કે મહેશ બાબુને એન્ડોર્સમેન્ટ ડીલ માટે સાઈ સૂર્યા વેન્ચર્સ પાસેથી 5.9 કરોડ રૂપિયાની રકમ મળી હતી.
ઇડી ડેવલોપર્સ દ્વારા તેમને આપવામાં આવેલા પૈસાની તપાસ કરી રહી છે
ઇડીના સૂત્રોએ સંકેત આપ્યો છે કે, અભિનેતાને ચૂકવવામાં આવેલી રકમ ગુનાની આવક હોવાની શંકા છે. આનાથી તપાસ વધુ તેજ થઈ ગઈ છે. કથિત મની લોન્ડરિંગની તપાસ ચાલુ રહે ત્યાં સુધી અભિનેતા અધિકારીઓને સહકાર આપે તેવી અપેક્ષા છે. આ સમન્સ છેતરપિંડીભર્યા રિયલ એસ્ટેટ સોદાઓની વ્યાપક તપાસના ભાગરૂપે આવ્યું છે. મહેશ બાબુની સંડોવણી હવે તપાસ હેઠળ છે. અભિનેતા દ્વારા સાઈ સૂર્યા પ્રોજેક્ટ્સના પ્રમોશનને કારણે, ઘણા લોકોએ કથિત છેતરપિંડી વિશે જાણ્યા વિના રોકાણ કર્યું. જોકે તે સીધી રીતે સંડોવાયેલા રહેશે નહીં, પરંતુ ઇડી ડેવલોપર્સ દ્વારા તેમને આપવામાં આવેલા પૈસાની તપાસ કરી રહી છે.
અભિનેતાને ૫.૯ કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે
મળતી માહિતી મુજબ, તપાસમાં હૈદરાબાદ સ્થિત બે રિયલ એસ્ટેટ કંપનીઓ સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપનો સમાવેશ થાય છે. તેમના પર ખરીદદારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. સાઈ સૂર્યા ડેવલોપર્સના પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે અભિનેતાને ૫.૯ કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે, જેમાંથી ૩.૪ કરોડ રૂપિયા ચેક દ્વારા અને ૨.૫ કરોડ રૂપિયા રોકડામાં ચૂકવવામાં આવ્યા હતા.
રોકડ ચૂકવણી કપટપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા મની લોન્ડરિંગ સાથે જોડાયેલી હોય શકે
ઇડી માને છે કે, રોકડ ચૂકવણી કપટપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા મની લોન્ડરિંગ સાથે જોડાયેલી હોય શકે છે. તેલંગાણા પોલીસે ભાગ્યનગર પ્રોપર્ટીઝ લિમિટેડના ડિરેક્ટર નરેન્દ્ર સુરાણા અને સાઈ સૂર્યા ડેવલોપર્સના માલિક સતીશ ચંદ્ર ગુપ્તા સહિત મુખ્ય વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ શરૂ થઈ હતી.
મહેશ બાબુ હાલમાં પ્રિયંકા ચોપરા સાથેની તેમની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત
મહેશ બાબુ હાલમાં પ્રિયંકા ચોપરા સાથેની તેમની આગામી ફિલ્મ એસએસએમબી29ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમાં પૃથ્વીરાજ સુકુમારન પણ છે. ઇડીના હૈદરાબાદ ઝોનલ ઓફિસે 16 એપ્રિલના રોજ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMઇટ્રા ખાતે મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન સારવાર
April 22, 2025 12:27 PMઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech