રાજકોટમાં ટીઆરપી અગ્નીકાંડની ઘટના બાદ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાએ વસાવેલી કરોડોની મિલકત અંગે એસીબીએ તપાસ કરી ગુનો દાખલ કર્યા બાદ તપાસમાં ઇ.ડી.એ ઝંપાલાવ્યું હતું. ઇ.ડી દ્વારા સાગઠીયાની ૨૧ કરોડની મિકલતો ટાંચમા લેવામાં આવી છે. જે અંગે હુકમની નકલ એ.સી.બી અદાલતને મોકલી મિકલત ટ્રાન્સફરની કાર્યવાહી ન કરવા કોર્ટમાં અરજી કરી છે.
તા.૨૮/૦૫/૨૦૨૪ ના રોજ ટી.આર.પી. ગેમ ઝોનના કેસમા મુખ્ય સહઆરોપી મનપાના તત્કાલીન ટાઉન પ્લાનીગ અધિકારી મનસુખ સાગઠીયાની રૂા.૨૧ કરોડની મિલ્કતો પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટની કલમ-૫ હેઠળ જપ્તીમા લીધા બાદ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ આગળની કોઈ કાર્યવાહી ન કરવા દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે રાજકોટની એ.સી.બી. ખાસ અદાલતને લેખીત અરજ કરી છે.
આ કેસની હકિક્ત એવા પ્રકારની છે કે, ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફીસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાની વરવી ભુમિકા જણાઈ આવતા તેઓ સામે એક સાથે ૩ ફોજદારી કેસો નોધાયેલા હતા, જેમા ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક કેસ અને ભારતીય દંડ સહિતા હેઠળ બે કેસો છે. આ કેસોની તપાસ દરમ્યાન જણાયેલ હતુ કે ટી.પી.ઓ. મનસુખભાઈ સાગઠીયાએ ૨૮ કરોડની પ્રમાણસર મિલ્કતો ધારણ કરેલ છે જે તેઓએ પોતાના પત્નિ અને પુત્રના નામે વસાવેલ હતી તથા એક સ્થાવર મિલ્કતમા તેમના પુત્ર કેયુરએ અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યકિત સાથે સહમાલીકી રાખેલ હતી. આ કેસની જાણ એ.સી.બી. એ એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટને કરેલ જેથી ઈ.ડી. એ તપાસ હાથ ધરી નિષ્કર્ષ કરેલ કે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયાએ પોતાના નામે તથા તેમના પત્નિ ભાવનાબેન સાગઠીયા અને પુત્ર કેયુર સાગઠીયા તથા અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યકિતઓના નામે મિલ્કતો વસાવેલ છે જેમા સ્થાવર મિલ્કતો, જમીનો, કિંમતી ઝવેરાતો તથા જુદી જુદી બેકોની ફીકસ ડીપોઝીટોનો સમાવેશ થાય છે.
ઈ.ડી.ની તપાસ દરમિયાન આ મિલ્કતોની કિંમત રૂા.૨૧,૬૧,૫૯,૧૨૯ થાય છે. આ મિલ્કતો પી.એમ.એલ.એ. એકટ હેઠળ કલકીત ગણી તેને કલમ-૫ હેઠળ ઈ.ડી. એ જપ્ત કરેલ છે. હાલનો કેસ રાજકોટ એ.સી.બી. એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલ્કત કોર્ટ કસ્ટડીમા સોપેલ હતી. આ રીતે આ મિલ્કતો કોર્ટની કસ્ટડીમા હોવાથી ઈ.ડી. અ અરજી કરી અદાલતને જણાવેલ છે કે, પી.એમ.એલ. એકટની કલમ-૮ હેઠળ હાલનો કેસ દિલ્લી ખાતે એડજયુડીકેટીગ ઓથોરીટી સમક્ષ ચાલવાપાત્ર હોય આ મિલ્કતો અગે ટ્રાન્સફર અગેનો કોઈ હુકમ ન કરવા અરજ કરેલ છ. આ મુજબની અરજી અંગે ખાસ અદાલતે મનસુખ સાગઠીયા તથા પ્રોસીકયુશન બનેને તા. ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ હાજર રહેવા નોટીસ કરેલ હતી જેમા પ્રોસીકયુશન તરફે તપાસનીશ અમલદાર લાલીવાલ અને સ્પે. પી.પી. એસ.કે.વોરા હાજર રહેલા હતા. પરંતુ મનસુખ સાગઠીયા વતી આજરોજ અદાલત સમક્ષ કોઈ હાજર થયેલ ન હતુ. આ અગેની આગળની કાર્યવાહી માટે અદાલતે આ કેસ તા.૨૬/૦૫/૨૦૨૫ ના રોજ રાખેલ છે. આ કેસમા સ્પે. પી. પી. તરીકે જિલ્લા સરકારી વકિલ સજયભાઈ કે. વોરા રોકાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech