ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવતાં શ્રદ્ધાળુઓ માટે સેવા-સુરક્ષામાં તૈનાત દ્વારકા જિલ્લા પોલીસ

  • March 15, 2025 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ:


પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ , રાજકોટ વિભાગ, રાજકોટનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય , દેવભૂમિ દ્વારકા નાઓની અધ્યક્ષતામાં દ્વારકા -બેટ દ્વારકા ખાતે ઉજવાતા ભવ્ય ફુલડોલ ઉત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા પરીસ્થિત જાળવવા તથા શાંતિમય રીતે ઉત્સવ ઉજવાય તે સારૂ ના.પો.અધિક્ષક દ્વારકા વિભાગ તથા મંદીર સુરક્ષા, ના.પો.અધિક્ષક ખંભાળીયા વિભાગ, ના.પો.અધિક્ષક હેડ ક્વાટર, જિલ્લા તથા જિલ્લા બહારના પોલીસ અધિકારીઓ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા તથા સલામતી વ્યવસ્થાપન આયોજન કરવામાં આવેલ હતુ. આ ઉત્સવમાં આશરે ૧૪૦૦ જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓનો બંદોબસ્ત તા.૦૯/૦૩/૨૦૨૪ થી તા.૧૪/૦૩/૨૦૨૪ સુધી કાર્યરત રાખવામાં આવેલ. આ હોળી ધુળેટીના ફુલડોલ ઉત્સવમાં આશરે ૬,૯૩,૪૦૦ જેટલા દર્શનાર્થીઓએ દ્વારકાધીશના દર્શનનો લાભ મેળવેલ છે.

વિશેષ સરક્ષા બંદોબસ્ત અને વ્યવસ્થાપન

ફુલડોલ ઉત્સવમાં ભકતોની સુરક્ષા માટે રાજકોટ રેન્જમાંથી પોલીસ, જિલ્લા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી/ એસ.આર.ડી. તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત કુલ १४०० જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓની બંદોબસ્તમાં ફાળવણી કરવામાં આવેલ હતી, ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા યાત્રાળુઓ માટે કીર્તિસ્તંભ ખાતે એક પોલીસ કંટ્રોલરૂમ ૨૪/૭ કલાક કાર્યરત કરવામાં આવેલ હતો. જેથી યાત્રાળુઓને ત્વરિત રીતેની જરૂરી સહાય મળી રહે, દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે લોકોની સેવા માટે રાખવામાં આવેલ સી-ટીમ, મંદિર સુરક્ષા પોલીસ ટીમ, પોલીસ સહાયતા કેન્દ્ર તેમજ વિવિધ સ્થળો પરપોઈન્ટવાઇઝ પોલીસ સતત ખડેપગે રહી નમ્રતાપૂર્વકનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવેલ હતો, જેમાં ખાસ કરીને વયોવૃદ્ધ લોકો, બાળકો, નાના બાળકો સાથેની મહિલાઓ, દિવ્યાંગજનો તેમજ શારીરિક રીતે અશક્ત ભક્તોની સેવા માટે વિશેષ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવેલ હતી.

આ ઉપરાંત ચિલઝડપ, ખિસ્સા કાતરી, મોબાઈલ ચોરી, સામાન ચોરી વગેરે ગુન્હા બનતા અટકાવવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સતત રીતે વોચ તથા ૨૪/૭ કલાક પેટ્રોલિંગ રાખી દર્શનાર્થીઓની સેવામાં સતત હાજર રહેલ હતા, ધાર્મિક યાત્રા દરમિયાન અનેક પદયાત્રીઓ લાંબા અંતર સુધી ચાલવાના કારણે થાકી જાય, અગર તો કેટલાક વૃદ્ધ અને શારીરિક રીતે અશક્ત શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં દર્શનાર્થીઓની ભીડને કારણે સરળ રીતે પ્રવેશ નહી મળવાથી તેઓ ભગવાનના દર્શનથી વંચિત ન રહી જાય તે સારુ આવા શ્રદ્ધાળુઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેઓની સુરક્ષાને ધ્યાને લઇ વિશેષ પ્રકારે મદદરૂપ બની પોલીસ સ્ટાફ દ્વારા તેમને જાતેથી ઇ-રીક્ષા અગર તો વ્હીલ ચેર મારફતે મંદિરે લઈ જઈ સુરક્ષિત રીતે દ્વારકાધીશના દર્શન કરાવી ધન્યતા અનુભવવામાં આવેલ હતી, આ ઉપરાંત દુર-દુરના સ્થળોએથી પગપાળા ચાલીને આવતા પદયાત્રીઓ માટે વિશેષ રૂપે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા એક ખાસ પ્રકારની પદયાત્રીઓની પાયાની જરૂરીયાતોને ધ્યાને લઇ પુરતી સગવડતા ધરાવતો પોલીસ સેવા કેમ્પ પણ સ્થાપિત કરી પદયાત્રીઓની સેવાનો લાભ મેળવવામાં આવેલ હતો.

ઉત્કૃષ્ટ કામગીરી અને શ્રધ્ધાળુઓ માટે મદદ...

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા બેટ દ્વારકા ખાતેના ફુલડોલ ઉત્સવ દરમ્યાન શ્રધ્ધાળુઓ માટે વિશેષ સેવા પૂરી પાડવામાં આવી હતી, જેમાં દ્વારકા ખાતે સી-ટીમ, પોલીસ સહાયતા કેન્દ્ર તેમજ પોઈન્ટ પરની પોલીસ તેમજ દ્વારકાધીશ મંદિર સુરક્ષા દ્વારા આશરે વિખૂટા પડેલ ૨૮૪ જેટલા વયોવૃદ્ધ, બાળકો, પરિજનો કે હેતુ મિત્રોને શોધી આપેલ હતા, ગુમ થયેલ માલ સામાન પૈકી કુલ ૭૩ જેટલા સામાન શોધી આપી સબંધિત માલિકને પરત સોપવામાં આવેલ હતા, શારીરીક રીતે અશકત કુલ ૨૩૦૨ જેટલા યાત્રાળુઓને દર્શન કરાવવામાં આવેલ હતા, ૧૫ જેટલા વિદેશી દર્શનાર્થીઓને દર્શન કરાવવામાં મદદ કરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application