દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના તમામ વિસ્તારમાં દશ દિવસથી પાણી વિતરણ થઇ શક્યું નથી, પાણી પૂરવઠા વિભાગ દ્વારા નિયત સપ્લાય ન થતાં જળ સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળે છે. અમુક વિસ્તારોમાં જે વીસ દિવસથી પાણીનું ટીપુય વિતરણ ન થતાં ભારે દેકારો બોલી ગયો છે.
ભાટીયા બાબતે છેલ્લા દશ દિવસથી પાણી પૂરવઠા દ્વારા પાણીની સપ્લાય ઠપ્પ છે જેને કારણે શહેરમાં ખુબ મોટી જળ સમસ્યા સર્જાઇ રહી છે એટલું જ નહીં, ભાટીયા ગ્રામ પંચાયતની સપ્લાય વ્યવસ્થા પણ ઉપરથી પાણી ન મળ્યાના કારણે ઠપ્પ થઇ ગઇ છે. સમગ્ર ગામમાં હાલ લગભગ રપ હજાર જેટલા લોકો વસવાટ કરે છે. જ્યારે દેવભૂમિનો સેન્ટર પોઇન્ટ હોવાને લીધે બહારગામ વાસીઓની ઓક પણ લગભગ ૧પ૦૦૦ જેટલો ગણાવાય રહ્યો છે. જેમાં આસપાસની બે દિગ્ગજ કંપનીઓના વિસ્તારો પણ સમાવિષ્ટ થાય છે. આ બહોળો વર્ગ જનસુમદાય મહદઅંશે ભાટીયાના પાણી ઉપયોગ કરે છે.
જેથી ભાટીયાની વધારે પાણીની માંગ હમેશાથી રહી છે તો તંત્ર હંમેશા ભાટીયાને પુરતું પાણી આપવામાં વામણુ સાબીત થયું છે. ક્યારેય ભાટીયાને પુરતું પાણી અપાયું ન હોવાનો આક્રોશ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
હાલ પણ જળ સમસ્યા ખુબ જ વિકરાળ બની ગઇ છે. ભાટીયાના એકેય વિસ્તારમાં છેલ્લા દશ દિવસથી તો અમુક સપ્લાય ચેઇનમાં છેલ્લા આવતા વિસ્તારોમાં ર૦ દિવસથી પાણીનું ટીયુપ આવ્યું નથી. એટલું જ નહીં, પશુઓના અવેડા અન્ય ઔદ્યોગિક વસાહતોમાં પણ પાણીની ખુબ મોટી સમસ્યા ઉભી થઇ છે.
ભાટીયાની સ્ટોરેજ વ્યવસ્થા ખુબ જ ઓછી છે એટલું જ નહીં તંત્ર પણ પુરતું પાણી અપાતું જ નથી કે સ્ટોરેજ છલકાવી શકાય. જો કે લોકો રોજેય પાણી પૂરવઠાની પાણી ન આપવાની ભુલ પર પંચાયત પર માછલા ધોઇ રહ્યા છે, પરંતુ ભાટીયા ગ્રામ પંચાયત છેલ્લા દશ દિવસથી પાણી પૂરવઠા વિભાગને આજીજી કરી રહી છે. સાથે પુરવઠા વિભાગ કરશુ સટડાઉન છે એવા અનેક બહાનાઓ કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ ઉઠ્યો છે. જો ભાટીયા વિસ્તારમાં નિયમિત પાણી નહીં મળે તો સમગ્ર ગામ આંદોલન કરશે એવી ચીમકી સરપંચ કે.વી. ચાવડા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech