કુખ્યાત ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયા અને તેના પુત્રોએ સદગુરૂ પાર્કમાં રહેતા યુવાનને ટાંટીયા ભાંગી નાખવાની અને ડ્રગ્સના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
૧૫૦ ફૂટ રિંગરોડ પર મોદી સ્કૂલ સામે સદગુરુ પાર્ક સોસાયટી શેરી નંબર 7 માં રહેતા જય મુકેશભાઈ વાઢેર (ઉ.વ 26) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મયુર સુનિલભાઈ ધામેલીયા, હિતેશ સુનિલભાઈ ધામેલીયા, સુધાબેન સુનિલભાઈ ધામેલીયાઅને જીતેન્દ્ર ઉર્ફે પ્રદીપ પરમારના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 13/2/2025 ના મેટોડા પોલીસે તેને હથિયારના ગુનામાં પકડ્યો હતો. બાદમાં તા. 14/2 ના તેને કોર્ટમાં રજૂ કરાતા આ સમયે કોર્ટ પરિસરમાં પહેલા માળે હિતેશ, મયુર, સુધા અને પ્રદીપ તેની પાસે આવી કહેવા લાગ્યા હતા કે, તે હથિયારના કેસમાં હિતેશનું નામ કેમ આપ્યું છે? તેમ કહી ગાળો આપી હતી. સુધાએ ધમકી આપી હતી કે, મારા પર એનડીપીએસના અનેક કેસ છે. મને કોઈ ફેર નહીં પડે હવે તારૂ નામ પણ પાવડર(એમ.ડી) મા ખોલાવીશ અને તું અમને ભેગો ન થતો નહીંતર ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી.
હથિયાર ધારાના આ કેસમાં જામીન પર છૂટ્યા બાદ તા. 25/2 નવરાત્રીના દસેક વાગ્યે આસપાસ યુવાન તથા તેનો મિત્ર હાર્દિક ડોડીયા બંને રૈયા ટેલીફોન પાસે, રાધે હોટલ નજીક બેઠા હતા ત્યારે મયુરનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તું અમારી સાથે બેસીને હથિયારના કેસમાં મારા ભાઈ હિતેશને ફીટ કરાવી દીધો છે. જેથી અમે પણ તને ખોટા કેસમાં ફીટ કરાવી દઇશું. તેમ કહી ગાળો આપી હતી. કોન્ફરન્સ કોલમાં સુધા, જીતેન્દ્ર અને હિતેશે ગાળો આપી કહ્યું હતું કે, તું ભેગો થાય એટલે તારા ટાંટિયા ભાંગી નાખવા છે તને જાનથી મારી નાખવો છે. એટ્રોસિટીના કેસમાં ફીટ કરાવી દેવો છે. તેવી ધમકી આપી હતી જેથી આ અંગે યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech