આ વ્યક્તિ પર ખૂબ જ ઝડપે ગાડી ચલાવવાનો અને બે રાહદારીઓને ટક્કર મારવાનો આરોપ હતો. આ અકસ્માતમાં બંને મુસાફરોના મોત થયા હતા.દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે માત્ર એટલા માટે કે આરોપી વધુ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો તે સાબિત નથી કરતું કે તેણે બેદરકારી દાખવી હતી. કોર્ટે કહ્યું કે જો એવું માની લેવામાં આવે કે અરજદાર ખૂબ જ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો તો પણ ફક્ત આ આધાર પર એવું માની શકાય નહીં કે તે બેદરકારી અને ઉતાવળથી વાહન ચલાવી રહ્યો હતો.
એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીએ કાર ખૂબ જ ઝડપે ચલાવતા બે રાહદારીઓને ટક્કર મારી હતી, જેના કારણે તેમના મૃત્યુ થયા હતા. ટ્રાયલ કોર્ટે તેને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 279 (બેદરકારીથી વાહન ચલાવવું) અને 304એ (બેદરકારીથી મૃત્યુ થવું) હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
નીચલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ કેસમાં કોઈ નક્કર પુરાવા નથી કે આરોપીએ જાણી જોઈને કે બેદરકારીથી વાહન ચલાવ્યું હતું. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષે તે સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે આરોપી ખરેખર બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. કોઈ સાક્ષીએ સ્પષ્ટતા કરી ન હતી કે 'હાઈ સ્પીડ'નો અર્થ શું છે અથવા કાર કેટલી ઝડપથી જઈ રહી હતી?દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ઝડપ એ ગુનો નથી સિવાય કે તે સાબિત થાય કે ડ્રાઈવરે જાણી જોઈને અથવા બેદરકારીથી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીલ શેટ્ટીની 'કેસરી વીર'ની દહાડ ફીકી પડી
May 24, 2025 11:57 AMકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાનો અલગ અંદાઝ પ્રભાવિત ન કરી શક્યો
May 24, 2025 11:56 AMબળાત્કારનો કેસ નોંધાયા પછી એજાઝ ખાન ફરાર, પોલીસને લોકેશન મળતું નથી
May 24, 2025 11:55 AMસલમાન ખાને લેહમાં ઓછા ઓક્સીજન વચ્ચે પરસેવો પાડ્યો
May 24, 2025 11:54 AMભાણવડ પંથકમાં કરૂણાંતિકા: કુવામાં ટ્રેકટર ખાબકતા બાળકનું મૃત્યુ
May 24, 2025 11:52 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech