છેડતીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, 18 વર્ષની યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આંબેડકર નગર 16 માં રહેતા નિર્મેશ પોપટભાઈ મકવાણા (ઉ.વ 23) નું નામ આપ્યું છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના દસેક વાગ્યા આસપાસ તે તથા તેની 12 વર્ષની નાની બહેન અને કાકા કે.કે.વી હોલ ચોક પાસે નાસ્તો કરવા માટે ગયા હતા. રાતના 11:30 વાગ્યે આસપાસ નાસ્તો કરી ઘરે પરત ફરી રહ્યા હતા. યુવતીના કાકા બાઈક લઇ આગળ જતા હતા અને યુવતી તથા તેની બહેન એક્સેસમાં પાછળ હતા દરમિયાન એક કાર ચાલક એક્સેસની પાછળ કાર ચલાવી રહ્યો હતો બાદમાં તેણે એક્સેસ પાસે પોતાની કાર લઇ ચાલુ વાહને યુવતીને કહ્યું હતું કે, તમારૂ ઇન્સ્ટાગ્રામ આઈડી, તમારો નંબર આપો જેથી યુવતી કંઈ બોલ્યા વગર અહીંથી નિર્મલા કોન્વેન્ટ રોડ પર તેના કાકાના ઘરે પહોંચી ગઈ હતી. જેથી કારચાલક અહીંથી ભાગી ગયો હતો. ત્યારબાદ તેણે આ બાબતે કાકાને વાત કરી હતી. બાદમાં તે તથા તેની બહેન ઘરે જતા રહ્યા હતા.
દરમિયાન યુવતીના કાકા અયોધ્યા ચોક ખાતે ચાયવાલા કાફેમાં ચા પીવા માટે ગયા હતા. ત્યારે અહીં એક કારચાલક કાર લઈને આવ્યો હતો. જે કાર ભત્રીજીએ જણાવેલા વર્ણન મુજબની હતી. જેથી તેમણે તુરંત ભત્રીજીને ફોન કર્યો હતો અને તેને અહીં બોલાવતા તેણે આ કારચાલકને ઓળખી બતાવ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ નિર્મેશ પોપટ મકવાણા હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે યુવતીની ફરિયાદ પરથી પોલીસે કાર નંબર જીજે 3 એનબી 6494 ના ચાલક નિર્મેશ પોપટભાઇ મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMવિદેશીદારૂની ૨૮૨ બોટલ સાથે મહુવાનો ‘નવલોહીયો’ ઝડપાયો, એક શખ્સ ફરાર
May 19, 2025 04:20 PMભુપગઢ ગામના લોકોને રાજકોટ CPને રજૂઆત
May 19, 2025 04:18 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech