દિલ્હી અને મુંબઈના હવાઈભાડામાં ધરખમ ઘટાડો આવ્યો છે. વેકેશન પૂરું થયું અને મોન્સૂન સીઝન શરૂ થતા ની સાથે જ દિલ્હી અને મુંબઈની ફ્લાઈટના ભાડા છે 15 થી 20,000 સુધી પહોંચ્યા હતા તેમાં ઘટાડો આવી 3500 થી 4500 સુધી એરફેર પહોંચી ગયું છે.
રાજકોટ એરપોર્ટ બંધ થયા બાદ હિરાસર ખાતે નવું એરપોર્ટ સતત ધમધમતું રહ્યું છે રાજકોટ થી 35 કિલોમીટર દૂર નવું એરપોર્ટ હોવા છતાં પણ એરટ્રાફિકની સંખ્યામાં ખાસો ઘટાડો થયો નથી. દિલ્હી અને મુંબઈ માટે ફ્લાઈટ ની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે ઉનાળાનું મોટું વેકેશન ચાલી રહ્યું હોવાથી મુસાફરોનું આવા ગમન પણ વધ્યું હતું.
અત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ રાજકોટ થી નિયમિત રીતે ઉડાન ભરી રહી છે આથી રાજકોટ થી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવતી ઈન્ડિગો અને એર ઇન્ડિયા ની ફ્લાઈટમાં સૌરાષ્ટ્રમાંથી પેસેન્જરની સંખ્યામાં વધારો થયો હતો.
આ દરમિયાન સમર વેકેશનમાં મુંબઈ અને દિલ્હી માટેની ફ્લાઈટ ના ભાડામાં વધારે જમ્પ આવ્યો હતો અને એક સમયે એક વખત નું ભાડું 15,000 થી 20 હજાર સુધી પહોંચી ગયું હતું. વેકેશન પૂરું થતાની સાથે જ ટ્રાફિક નહિવત રીતે ઘટ્યો છે પરંતુ તેની સામે હાલમાં મુંબઈ જવા માટે હવાઈ ભાડુ 3500 અને દિલ્હી માટેનું 4500 છે.
હીરાસર ખાતે સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 9 સહિત 12 ફલાઈટ ઉડાન ભરી રહી છે. એમાં બેંગ્લોર માટે નિયમિત રીતે ઉડાન ભરતી ફલાઈટમાં બ્રેક લાગી ગયો છે હવે સપ્તાહમાં ત્રણ દિવસ આ ફ્લાઈટ ઉડાન ભરશે. ત્યારે દિલ્હી માટે સવારની ફ્લાઈટ તો શરૂ કરવામાં આવે તેવા એંઘાણ મળી રહ્યા છે ઘણા વખતથી ઉધોગકારો અને વેપારીઓમાંથી દિલ્હી માટેની સવારની ફલાઈટ શરૂ કરવા માટેની માંગણી ચાલી રહી છે.
આ માંગણી સંદર્ભે અનેક વખત સવાર ની ફ્લાઈટ એરપોર્ટ ઓથોરિટીના શિડ્યુલમાં આવી ખરા પરંતુ ગ્રહણ આવી જાય તે રીતે અનેક વખતે બંધ કરી દેવામાં આવી હતી. હાલમાં મુંબઈની પાંચ,દિલ્હીની બે, બેંગ્લોર, પુણે,ગોવા, અમદાવાદ અને સુરત માટે એક એક ફ્લાઈટ સાથે કુલ 12 ફ્લાઈટ ઉડાન કરે છે.
જો બેંગ્લોર માટેની ફ્લાઈટમાં ટ્રાફિક વધશે તો તેને નિયમિત રીતે શરૂ કરવામાં આવશે તેવું એ લાઇન્સ ના સૂત્રોએ જણાવ્યું હતું જ્યારે ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટ થી દિલ્હી માટેની નવી ફ્લાઇટ શરૂ કરવા માટેની પ્રપોઝલ મૂકવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech