ગોંડલ નાગરિક બેંક ની ચુંટણી આગામી તા.૧૫ નાં યોજાનાર છે.ત્યારે રાજકીય માથાઓ એ ઉમેદવારી કરતા માહોલ ગરમાયો છે.સામાન્ય રીતે બેંક ની ચુંટણીનું ખાસ મહત્વ હોતુ નથી.પણ ગોંડલ ની રાજકીય તાસીર હંમેંશા ગરમ રહીછે.ત્યારે બેંક ની ચુંટણીમાં ધારાસભાની ચુંટણી જેવો માહોલ સર્જાયો છે. નાગરિક બેંક નાં કુલ ૧૧ ડીરેકટર માટે યોજાનાર ચૂંટણી માં ૩૮ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.જેમાં હાલ જુનાગઢ જેલ માં રહેલા ગણેશ ઉર્ફે યોતિરાદિત્યસિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,પુર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલનાં પત્નિ શારદાબેન, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા,પુર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ, જગદીશભાઈ સાટોડીયા સહિતે ઉમેદવારી નોંધાવી હોય ઉતેજના નો માહોલ સર્જાયો છે. ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો ચુંટણી લડશે એ નિશ્ચિત છે.પણ હાલ ઉમેદવારો નો શંભુમેળો સર્જાયો હોય ઉમેદવારી પરત ખેંચવાની તા.ત્રણ અને ચાર બાદ પાંચમી તારીખે આખરી ચિત્ર સ્પષ્ટ્ર થશે. નાગરિક બેંક ની ચુંટણીમાં ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો વચ્ચે બળાબળનાં પારખા થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘આજકાલ’ના અહેવાલ બાદ વનવિભાગને પણ દાની ભઠ્ઠીનો નાશ કરવાની પ્રેરણા મળી!
April 18, 2025 02:57 PMશરિયત મુજબ મિલકતનું વિભાજન ન કરો: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપી નોટિસ
April 18, 2025 02:55 PMભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષ 61 વર્ષની ઉંમરે દુલ્હા બનશે
April 18, 2025 02:51 PMપૈસાની લેતીદેતી મામલે છરીના ઘા ઝીંકી હત્યાના આરોપીને આજીવન સખત કેદ
April 18, 2025 02:47 PMઅણબનાવ સબબ પુત્રી સાથે રિસામણે બેઠેલી પત્નીને 5000 વચગાળાના ભરણપોષણનો હુકમ
April 18, 2025 02:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech