રાજાશાહી સમયમાં સ્વચ્છતામાં અગ્રીમ ગોંડલમાં છેલ્લ ા દશ દિવસથી સફાઈ કામદારો ફરજ પરથી અળગા થતા શહેરભરમાં ગંદકી રાજ સર્જાયુ છે.બીજી બાજુ નગરપાલિકા તત્રં હરકતમાં આવી બહાર થી સફાઈ કામદારોને બોલાવી શહેર ચોખ્ખુ રહે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે.
પ્રા વિગત મુજબ પાંચ મહીના થી નગરપાલિકા દ્રારા સફાઈ કોન્ટ્રાકટ અમદાવાદ ની શ્રીજી એજન્સી ને અપાયો છે.ત્યાર થી શહેર ની સ્વચ્છતા મુદ્દે જાણે માઠી બેઠી હોય તેમ નીતનવી સમસ્યાઓ ઉદભવી રહી છે.સફાઈ કોન્ટ્રાકટર ગોંડલ માં સફાઈ મુદે સરેઆમ નિષ્ફળ રહ્યા છે.અધુરા માં પુ હોય તેમ છેલ્લ ા દશ દિવસ થી સફાઈ કામદારો વિવિધ માંગ ને લઈ ફરજ થી અળગા હોય સફાઈ કામગીરી ઠપ્પ થવા પામીછે.સફાઈ કામદારો અને એજન્સી વચ્ચે સર્જાયેલ મડાગાંઠ ને લઈ નગરપાલિકાએ બહાર થી સફાઈ કામદારોની વ્યવસ્થા કરી ડોર ટુ ડોર કલેકશન ની કામગીરી શ કરાવતા આંશિક રાહત ફેલાઈ છે.
સફાઈ કામદારોનાં આગેવાન શંકરભાઈ વાઘેલા તથા ધર્મેશભાઈ વાઘેલા એ જણાવ્યુ કે શ્રીજી એજન્સી દ્રારા કામદારોનું શોષણ કરાઇ રહ્યુ છે.સફાઈ કામદારોએ હડતાલ નથી કરી પણ તેમને ફરજ પરથી છુટ્ટા કરી દેવાયા છે.તેમણે કહ્યુ કે કર્મચારીઓ એ સરકાર નાં ધારાધોરણ મુજબ લઘુતમ વેતન આપવુ ઉપરાંત પીએફ વીમો મળવો સહિતની માંગ કરી છે.પગાર બેંક દ્રારા મળે તેવી માંગ સાથે સરકાર નાં પરિપત્ર મુજબ કર્મચારીઓ ને કામગીરી ની ફાળવણી કરવી સહિત રજુઆત કરીછે.આ રજુઆતો સામે સફાઈ કોન્ટ્રાકટર દ્રારા જડતા ભર્યુ વલણ દાખવાયુ હોય કામદારો ફરજ થી અળગા બન્યા છે.
સફાઈ કામદારો અને એજન્સીની લડાઈમાં શહેરભરમાં સફાઈ કાર્ય ઠપ્પ થઈ જતા ગંદકી નાં ગજં ખડકાતા નગરપાલિકા તત્રં એ પ્રજા ની વહારે દોડી જઇ બહારથી સફાઈ કામદારોને બોલાવી સફાઈ કામ શ કરાવ્યુ છે.સેનીટેશન વિભાગ નાં ચેરમેન નાં પ્રતિનિધિ અનિલભાઈ માધડે કહ્યુ કે ગોધરા અને અમરેલીથી સફાઈ કામદારોને બોલાવી ડોર ટુ ડોર કલેકશન શ કરાયુ છે.બહાર થી વધુ સફાઈ કામદારોને બોલાવી સફાઈ કામગીરી ને વેગ અપાશે.
અલબત ડોર ટુ ડોર કલેકશન સિવાય કચરો ઉપાડવા ની કામગીરી ઠપ્પ હોય ખાસ કરીને સોસાયટી વિસ્તારો માં લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
જેને કારણે સમસ્યા સર્જાઇ છે તે શ્રીજી એજન્સી નાં પ્રકાશ લાખાણી ને અનેકવાર ફોન કરવા છતા ફોન રિસિવ નહી કરી જવાબદારી થી હાથ ખંખેર્યા છે.હાલ નગરપાલિકા તત્રં સફાઈ અંગે જહેમત લઈ રહ્યુ છે.પણ ખરી જવાબદારી સફાઈ એજન્સી ની બનતી હોય શહેરીજનોમાં કોન્ટ્રાકટર પ્રત્યે રોષ ફેલાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડીયા : સમી સાંજે વરસાદી માવઠું, ધોધમાર દોઢ ઇંચ ખાબક્યો
May 23, 2025 04:34 PMરાજકોટ : લાખોના માદક પદાર્થનો કરાયો નાશ
May 23, 2025 04:31 PMઅમરેલીમાં યુવાનની હત્યા મામલે જિજ્ઞેશ મેવાણી ભાવનગર પહોંચ્યા
May 23, 2025 04:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech