દામનગરમાં હરિકૃષ્ણ ડાયમંડ નામની ઓફિસ રાખી હીરાની લે-વેંચ કરતા વેપારી સાથે મૂળ કુંકાવાવના દેવગામનો અને હાલ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતા શખસે જુદા જુદા કેરેટના હીરા લઇ રૂ.22,79,752 ન ચૂકવી છેતરપીંડી કરવામાં આવતા વેપારીએ અરવિંદભાઇ વલ્લભભાઇ શેલડીયા નામના શખસ સામે દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ દામનગરમાં રહેતા અને હીરાબજારમાં હરિકૃષ્ણ ડાયમંડ નામની ઓફીસ રાખી હીરાની લે વેંચ કરતા સાગરભાઈ કનુભાઈ બોખા (ઉ.વ.31) નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હીરાની દલાલી કરતા અને મુંબઈ સ્થિત મિત્રો મારફતે મૂળ દેવગામના અને હાલ મુંબઈમાં ૭૦૨, સી-વીંગ, મુકતા મહેક, ઠાકુર કોમ્પ્લેક્ષ, અહીતી હોસ્પિટલની બાજુમા કાંદિવલી ઇસ્ટમાં રહેતા અરવિંદ વલ્લભભાઈ શેલડીયા સાથે પરિચયમાં આવતા તેની સાથે હીરાની લે વેંચનો વેપાર તા.1-4-23 શરુ કરતા શરૂઆતમાં હું હીરાની લેતી દેતીના પૈસા આંગડિયા પેઢી મારફત મોકલતા હતા. આમ બારેક વખત લેતી દેતીનો વ્યવહાર થયા બાદ તા.24-8-24 થી 20-9-24 સુધીમાં કૂલ-૧૦૮ કેરેટ અને ૦૪ સેન્ટના હિરા જેના કૂલ રૂ.૨૨,૭૯,૭૫૨ થાય છે જે ના પૈસા આજદિન સુધી વારંવાર ઉઘરાણી કરવા છતાં આપતા ન હોવાથી વિશ્વાસઘાત થયાનું જણાતા ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે મુંબઈના દલાલ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech