ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે પ્રમુખપદે નિયુક્ત થયાના 13 દિવસમાં જ રાજીનામું આપતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સોનલ બારોટ ચૂંટણી સમયે જ વિવાદમાં ઘેરાયા હતા. તેઓએ પારિવારીક કારણોસર રાજીનામું આપ્યાનું સામે આવ્યું છે. પ્રમુખ બન્યા ત્યારથી જ સોનલ બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા.
જોકે, ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પીએમ મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધ્યા હતા
13 દિવસ પહેલા ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ બનતા સોનલ બારોટની જીભ લપસી હતી અને તેઓએ પીએમ મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધ્યા હતા. સોનલ બારોટે દેશના PM મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધતા તેનો વીડિયો વાઇરલ થયો હતો. જોકે પાસે ઉભેલા લોકોએ ભૂલ સુધારી હતી. પરંતુ નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોવા છતા પીએમ અને સીએમના પદ કે નામમાં તેઓ ભરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર માર્કેટીંગ યાર્ડના ઈતિહાસમાં જીરૂની સૌથી વધુ આવક નોંધાઈ
March 19, 2025 02:34 PMજામનગર પંથકમાં પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ
March 19, 2025 01:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech