દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી સાહેબ તેમજ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ સાહેબના માર્ગદર્શન હેઠળ સલાયા તાલુકા શાળા તેમજ કન્યા શાળામાં આજરોજ વ્યસન મુક્તિ બાબતે એક શિબિરનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.જેમાં એસ.ઓ.જી.નાં હેડ.કો.નરેન્દ્રસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ વિજયસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ખેતસીભાઈ મૂન કોન્સ્ટેબલ પબુભાઈ માયાણી દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ પ્લેટફોર્મનાં માધ્યમથી વ્યશનથી થતાં નુકશાન બાબતે સમજાવાય હતા.
દ્રગ્સ, તંબાકુ, સિગારેટ જેવા વ્યસનોથી પોતે અને પરિવારના સભ્યોને દૂર રાખવા જ્ઞાન આપવામાં આવેલ હતું.આં શિબિરમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. અંતે બીએપીએસ સંસ્થામાંથી આવેલ સભ્યો દ્વારા બાળકોને વ્યસન મુક્ત જીવન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ તકે સલાયા વેપારી મંડળના પ્રમુખ અને પત્રકાર ભરતભાઈ લાલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.આં કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા શાળા અને કન્યા શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.એસ.ઓ.જીના આં કાર્યક્રમની ખૂબ પ્રશંસા થઈ હતી.આં વ્યસન મુક્તિ શિબિર માધ્યમિક શાળા,તેમજ જુદીજુદી શાળાઓમાં પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech