દેવભૂમિના પોલીસ અધિકારીએ મેળવી વધુ એક સિદ્ધિ

  • April 02, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​

ખેલ મહાકુંભની લોન ટેનિસ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી અને રમતવીર કેતન પારેખએ ગાંધીનગર ખાતે યોજાઈ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી, વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે. 


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીનગર સચિવાલય ખાતે ખેલ મહાકુંભ 3.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની યોજાયેલી આ સ્પર્ધામાં લોન ટેનિસની 40 વર્ષ ઉપરની મિશ્રિત યુગલ કેટેગરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી કેતન પારેખ અને તેમની સાથે જામનગરના રાજવી મારુએ પ્રથમ વખત રમતા હોવા છતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને રજત ચંદ્રક હાંસલ કર્યો છે. તેમની આ સિધ્ધિ બદલ પોલિસ ટીમ તેમજ શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અનેકવિધ સિદ્ધિઓના સર શિખરો સર કરી ચૂકેલા મદદનીશ પોલીસ કમિશનર કેતન પી. પારેખે ફેબ્રુઆરી 2016 માં દિલ્હી ખાતે નેશનલ પોલીસ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો. અગાઉ તેમણે 45 થી વધુ સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. રાજકીય નેતાઓ અને અમલદારોની બનેલી સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા માટે 1996માં રમતગમત માટે અસાધારણ વ્યક્તિ તરીકે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.


1996થી 2015 દરમિયાન લોન ટેનિસના લગભગ 9 સિંગલ્સ ટાઈટલ, 10 ડબલ ટાઈટલ અને એક ફેમિલી ડબલ ટાઈટલ તેમણે જીત્યા છે. તેમને લોન ટેનિસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ ઓળખવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application