દેવભૂમિ દ્વારકા : અખબારી યાદી

  • March 27, 2025 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારની જુદી જુદી આરોગ્ય વિષયક યોજનાઓ / કાર્યક્રમોમાં લાભો તેમજ સ્થાનિક કક્ષાએ આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, સંવર્ગમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ સંવર્ગોમાં ૩૪૯ કર્મચારીઓની જગ્યાઓ ભરેલ છે. જે પૈકી તા.૧૭/૦૩/૨૦૨૫થી કુલ ૨૮૨ કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. ત્યારબાદ તા.૧૯/૦૩/૨૦૨૫ના રોજ સરકારએ ESMA એક્ટ, ૧૯૭૨ અંતર્ગત આરોગ્યની સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરે છે.


ત્યારબાદ તા.૨૦/૦૩/૨૦૨૫ના રોજ હડતાલ પર રહેલ કુલ ૨૬૭ કર્મચારીઓને અનધિકૃત ગેરહાજરી બદલ સેવાઓ તૂટના આદેશ કર્યા હતા. તેમજ તા.૨૬/૦૩/૨૦૨૫ના રોજ કુલ ૧૫૪ કર્મચારીઓ હડતાલ પર રહ્યા હતા.


જે પૈકી ૧૫૩ કર્મચારીઓને આરોપનામાં આપવામાં આવેલ અને ૧ કર્મચારીને તેમની નિમણૂકની શરતોના ભંગ બદલ છૂટા કરવામાં આવેલ છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application