એપલ ભારતમાં આઈફોન એસેમ્બલ કરે છે પરંતુ આઈફોન ઉત્પાદન માટે જરી તમામ ઘટકો સ્થાનિક રીતે ઉત્પાદિત થતા નથી. એપલ આઈફોન ૧૬ સિરીઝ ઇટસ ગ્લો ટાઈમ ૯ સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવી છે. એપલ એ તેના નવા આઈફોન ૧૬ના તમામ વેરિયન્ટની કિંમતો જાહેર કરી છે. આ પ્રશ્ન ચોક્કસપણે દરેકના મનમાં આવે છે કે ભારતમાં બનેલા હોવા છતાં આઈફોન અન્ય દેશો કરતાં વધુ મોંઘા કેમ વેચાય છે. એપલ શા માટે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં તેના ફોન વધુ ભાવે વેચે છે.
અન્ય દેશોની સરખામણીમાં, ભારતમાં આઈફોન મોંઘા છે કારણ કે આઈફોનમાં વપરાતા પીસીબીએ (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી) પર ભારતમાં ૨૦% આયાત ડૂટી લાદવામાં આવે છે. આ સિવાય આઈફોન ચાર્જર પર પણ ૨૦ ટકા ઈમ્પોર્ટ ડુટી લગાવવામાં આવી છે. આયાત ડુટી ઉપરાંત, ભારતમાં એપલ ઉત્પાદનો પર ૧૮% નો ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) પણ લાદવામાં આવે છે. આ તમામ શુલ્ક સ્માર્ટફોન પર વસૂલવામાં આવે છે. આમાં, ફોન ભારતમાં પ્રવેશતાની સાથે જ તેની વાસ્તવિક કિંમતથી રેટ વધી જાય છે.અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને કેનેડા એવા દેશો છે યાં આઈફોનની કિંમત ભારતની સરખામણીમાં ઓછી છે.
ભારત હાલમાં મોટા પાયે ઈલેકટ્રોનિકસની નિકાસ કરે છે. આમાં પણ મોબાઈલ ફોન સેગમેન્ટમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩માં અમેરિકામાં ભારતની નિકાસ ૨.૨ બિલિયન ડોલર હતી, જે વધીને ૨૦૨૩–૨૪માં ૫.૭ બિલિયન ડોલર થઈ ગઈ છે. એપલ ૨૦૨૩–૨૪માં વિશ્વમાં વેચાયેલા કુલ આઈફોનમાંથી ૧૪ ટકા ભારતમાંથી મેળવી રહી છે. આ કારણે ઈલેકટ્રોનિકસ નિકાસમાં ભારતનું વૈશ્વિક રેન્કિંગ સુધરીને ચોથા સ્થાને પહોંચી ગયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારી ભાવસિંહજી હોસ્પિટલની લીધી મુલાકાત
April 21, 2025 09:53 AMરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech