માથાભારે અને લુખ્ખા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ગઈકાલે જંગલેશ્વરમાં જાવીદ જુણેજાના મકાનનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આજે પોલીસ પર હુમલો કરી પડકાર ફેંકનાર નામચીન માજીદ રફીકભાઈ ભાણુનું ભીસ્તીવાડમાં મકાન ગેરકાયદે હોવાનું સામે આવતા આજે પોલીસ બુલડોઝર સાથે અહીં પહોંચી ગઈ છે અને ડિમોલિશનનની કામગીરી હાથ ધરી છે.
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળીને તળિયે ગયા બાદ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ રાજ્ય પોલીસવડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની સામે નોંધપાત્ર કાર્યવાહી કરવા રાજ્યભરની પોલીસને સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ શહેરને રંજાડનાર 756 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે અને હવે પોલીસે પેપર વર્ક પૂરું કરી એકશન શરૂ કરી દીધી છે.
"પોલીસ પર હુમલો કરી PCR વાહનમાં તોડફોડ કરી હતી
પ્રાપ્ત વિગત મુજબ એકાદ મહિના પહેલા રાજકોટનાં રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા ફરીદાબેન જુસબભાઈ શેખના ઘર પર રાત્રિના માજીદ ઉર્ફે ભાણુ તથા તેના સાગરીતોએ સોડા બોટલના ઘા કર્યા હતા. આ ઘટનાને લઇ રાત્રિના પ્રદ્યુમનનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ તોફિકભાઈ અને મયુરરાજસિંહ જાડેજા જામનગર રોડ પર સાંઢીયા પુલ સ્લમ કવાર્ટર પાસે પહોંચ્યા હતા. ત્યાં માજીદ તથા તેના સાગરીતોએ પોલીસ ઉપર હુમલો કરી પોલીસ PCR વાહનોમાં તોડફોડ પણ કરી હતી. જેને લઈ બંને કોન્સ્ટેબલો ત્યાંથી જતા રહ્યાં બાદમાં મોટો પોલીસ કાફલો આવતા આરોપીઓ ફરાર થઇ ગયા હતા."
પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું
ત્યારબાદ પીઆઇ પી.આર.ડોબરીયાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી આ હુમલાને અંજામ આપનાર ત્રણ આરોપીઓ સમીર ઉર્ફે ધમો બસીરભાઇ શેખ, સાવન ઉર્ફે લાલી સંજયભાઇ વાઘેલા અને અશરફ શિવાણીને ઝડપી પાડ્યા હતા, જેમને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન પણ મુખ્ય સૂત્રધાર માજીદ ઉર્ફે ભાણુ નાસતો ફરી રહ્યો હતો. જેને લઈ તેના સહિત અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ કરવામાં આવી રહી હતી.
માજીદ એકાદ મહિના પૂર્વે જામીનમુક્ત થયો હતો
ઉલ્લેખનીય છે કે, કુખ્યાત માજીદ ઉર્ફે ભાણું સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ તે એકાદ મહિના પૂર્વે જામીનમુક્ત થયો હતો. જામીન પર છૂટયા બાદ તેણે રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા ફરીદાબેન જુસબભાઈ શેખના ઘર પર હુમલો, પોલીસ પર હુમલો સહિત વધુ ત્રણેક ગુનાઓ આચર્યા હતા. જેને લઈને હાલ પોલીસ દ્વારા આ શખ્સે જામીન પર છૂટયા બાદ કુલ કેટલા ગુના આચર્યા છે તે અંગેની તપાસ કરાઇ રહી છે. ત્યારબાદ આરોપીનાં જામીન રદ કરવા માટે તેમજ તેણે આચરેલા ગુનાઓને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
પોલીસ કાફલો જંગલેશ્વરમાં પહોંચ્યો હતો
ગઈકાલે સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થની હેરફેરના એકથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા નામચીન શખસ જાવેદ જુણેજાના ગેરકાયદે મકાન પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, રાજકોટના સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર 6માં આવેલા નામચીન આરોપી જાવીદ જુસબ જુણેજાનું મકાન ગેરકાયદે હોય ગઈકાલ સાંજે ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-૧ સજજનસિંહ પરમાર,એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો જંગલેશ્વરમાં પહોંચ્યો હતો.
જાવીદનું બે માળનું મકાન તોડી પડાયું
જેસીબી સાથે મહાનગરપાલિકાની ટીમ અને પીજીવીનો સ્ટાફ પણ હાજર હતો. અહીં રહેતી કુખ્યાત મહિલા રમાના પતિ જાવીદ જૂણજાએ બનાવેલા બે માળના મકાનમાં ગ્રાઉન્ડ ફલોર પર ચાર ઓરડીઓ અને ઉપરના માળે ચાર ઓરડીઓ બનાવી હોય જે તમામમાં ભાડુઆત રહેતા હોય પોલીસે ભાડુઆતાને બહાર કાઢ્યા હતા. પીજીવીસીએલની ટીમ અહીં આવી જ કનેક્શન કાપી નાખ્યું હતું. બાદમાં મહાપાલિકાની ટીમના સભ્યોએ મકાનનું ડિમોશન શરૂ કર્યું હતું.
જાવીદ જુણેજા સામે 12 ગુના
જેના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તે જાવીદ સામે અગાઉ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે તેના વિરુદ્ધ અત્યારસુધીમાં ભક્તિનગર પોલીસ મથકમાં દારૂના 10, જાહેરનામા ભંગ તથા એનડીપીએસના મળી કુલ 12 ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની પત્ની રમા પણ માદક પદાર્થની હેરફેર સહિતના ગુનામાં પોલીસ ચોકડી ચડી ચૂકી છે. છ મહિના પહેલા પોલીસે આ મકાનમાંથી 51 કિલો ગાંજા સાથે જાવીદ જુણેજા અને તેના સાગરીતને પકડ્યા હતા જે તમામ આરોપી હાલ જેલમાં છે.
અસામાજિક તત્વોમાં ફફડાટ
રમા અને તેના પતિ જાવીદ પોલીસની હીટલીસ્ટમાં આવતા જ પોલીસે મંગળવારે મહાપાલીકાને જાણ કરી ડિમોલિશનની નોટિસ આપવા કહ્યું હતું. મનપાએ મંગળવારે વધુ એક વખત નોટિસ આપી હતી અને બુધવારે ગેરકાયદે મકાનો ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું. જંગલેશ્વર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી જતા એક તબક્કે આ સંવેદનશીલ વિસ્તારમાં રહેતા અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech