જેતપુર શહેરના બળદેવધાર સામે જેતપુર બાયપાસ રોડ પર ગઈકાલે મામલતદાર, ચીફ ઓફિસર તેમજ પીજીવીસીએલની ટીમ દ્રારા સઘન પોલીસ બંદોબસ્ત સાથે ૧૨ જેટલા કોમર્શીયલ બાંધકામોનું દબાણ દૂર કયુ હતું. દિવાળી બાદ રેસિડેન્ટ દબાણો દૂર થશે.
શહેરના જેતપુર બાયપાસ રોડ બળદેવધારની સામે નેશનલ હાઈવે રોડ કાંઠે સરકારી જમીન પર વર્ષેાથી કોમર્શીયલ દબાણો સર્જાય ગયા હતાં. જેમાં પાન બીડીની દુકાનો, નોનવેજની હોટેલ–કતલખાનું, તેમજ અન્ય વ્યવસાયના પાકા તેમજ પતરાના શેડમાં કારખાના બનાવવામાં આવ્યા હતાં. કિંમતી સરકારી જમીનો પર દબાણ છે તે દબાણકર્તા અને સરકારી અધિકારીઓ સિવાય સ્થાનિકોને પણ જાણ ન હતી. પરંતુ દબાણ હટાવની નોટીસ બાદ આજે દબાણ હટાવ માટે મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર, પીજીવીસીએલના ઈજનેર ભારે પોલીસ બંદોબસ્ત દબાણ હટાવવા સરકારી તત્રં આવ્યું ત્યારે લોકોને જાણ દબાણની જાણ થઈ હતી. સરકારી તત્રં દ્રારા દબાણકર્તાઓને દબાણ હટાવવાની નોટીસ બાદ પણ મોટાભાગનાઓએ દબાણ હટાવ્યું ન હતું. આજે સાંજે દબાણ હટાવ ટીમ સ્થળ પર પહોંચી કેનાલ કાંઠેથી બુલડોઝર મશીન સાથે દબાણ હટાવવાનું શ કયુ હતું. અને થોડીવારમાં બાર જેટલા કોમર્શીયલ દબાણો જે પેલા ઇમારતો હતી તે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. કોમર્શીયલ દબાણ બાદ રેસિડેન્ટ દબાણો પણ દૂર કરવામાં આવશે પરંતુ હાલ દિવાળી જેવો તહેવાર આવતો હોય એટલે દિવાળી બાદ રેસિડેન્ટ દબાણો દૂર કરવામાં આવવાના હોવાનું જાણવા મળ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગારિયાધાર તાલુકાના નાનાચારોડીયા ગામેથી જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સો ઝડપાયા
May 22, 2025 02:10 PMપાંચતલાવડાના તલાટી મંત્રી નિયમિત રીતે અનિયમિત, લોકોના કામ સ્થગિત
May 22, 2025 02:07 PMકંગના રનૌતને વર્ષો પહેલા ફિલ્મ નકારવા માટે મળી હતી ધમકી
May 22, 2025 02:06 PMયાત્રાધામ માધવપુરમાં ત્રણ જગ્યાએ ગેરકાયદેસર ખાણ ઉપર તંત્ર ત્રાટકયુ
May 22, 2025 02:05 PMએપીજે અબ્દુલ કલામ પર ફિલ્મ બનશે, ધનુષ 'મિસાઇલ મેન' ની ભૂમિકા ભજવશે
May 22, 2025 02:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech