યાત્રાધામ માધવપુરમાં ત્રણ જગ્યાએ ગેરકાયદેસર ખાણ ઉપર તંત્ર ત્રાટકયુ

  • May 22, 2025 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના માધવપુરમાં ત્રણ જગ્યાએ ગેરકાયદેસર ખાણમાં દરોડા પાડી ૧૩ પથ્થર કટર મશીન  સહિત ૭૩ લાખનો મુદ્ામાલ સીઝ કર્યો છે.
કલેકટર પોરબંદરની સૂચના તથા ભૂસ્તરશાસ્ત્રી  પરમારના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ દ્વારા પોરબંદર તાલુકાના માધવપુર ગામમાં બુધવારની વહેલી સવારે તપાસ હાથ ધરવામાં આવી હતી. સરકારી વાહનથી તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ ઉપરથી ત્રણ અલગ-અલગ ખાડાઓમાંથી કુલ ૧૦ ચકરડી મશીનો અને ૧ ટ્રેક્ટર તેમજ નજીકના વિસ્તારમાંથી વધુ ૩ ચકરડી મશીનો, ૨ પડદી મશીનો અને ૧ એક્સકેવેટર મશીન (હિટાચી) ઝડપીને સીઝ કરવામાં આવ્યા હતા.
તમામ મુદ્દામાલને માધવપુર અને નવીબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવ્યો છે.
તદુપરાંત, એક જનરેટરની સીઝ ની કામગીરી હાલ ચાલુ છે અને તેને લઈ પણ જ‚રી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 
આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે ‚ા. ૭૩ લાખનો મુદ્દામાલની જપ્ત કરવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ ચાલુ છે. 
કુલ પકડાયેલ મુદ્દામાલમાં  ચકરડી મશીન: ૧૩,  પડદી મશીન: ૨,  ટ્રેક્ટર: ૧,  એક્વાવેટર મશીન (હિટાચી): ૧, જનરેટર: ૧ (કાર્યવાહી ચાલુ) કુલ અંદાજિત કિંમત: ‚ા.. ૭૩ લાખનો મુદ્ામાલ જપ્ત થયાનું જાણવા મળ્યુ છે અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનિજ ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આવનાર સમય માં પણ આવી કામગીરી સતત ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News