દિલ્હીમાં ચોમાસાનો વરસાદ બંધ થતાં જ વાયુ પ્રદૂષણનું સ્તર વધવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીના લોકોને સપ્ટેમ્બર મહિનામાં જ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. બુધવારે વાયુ પ્રદૂષણ સ્તર (AQI) ખરાબ શ્રેણીમાં પહોંચી ગયું હતું. જે બાદ હવામાન વિભાગે લોકોને પ્રદૂષણને લઈને સાવધાન રહેવાની સલાહ આપી છે.
જોકે ગુરુવારે પ્રદૂષણમાં ઘટાડો થતાં લોકોને તાત્કાલિક રાહત મળી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, ગુરુવારે AQI 97 સાથે 'સંતોષકારક' શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. વેબસાઇટ www.aqi.in/in અનુસાર, આજે ITI શાહદરામાં નોંધાયેલ AQI 110 હતો જે સરેરાશ શ્રેણીમાં આવે છે. તેમજ બુધવારની સરખામણીમાં રાહત છે.
બુધવારે દિલ્હીમાં પ્રદૂષણ ખરાબ શ્રેણીમાં નોંધાયું હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 235 નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય રાજધાનીના 36 માંથી 22 સ્ટેશનોમાં દિલ્હીનું પ્રદૂષણ સ્તર સતત 200 થી 300 ની વચ્ચે નોંધાઈ રહ્યું છે.
છેલ્લા છ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
અગાઉ સપ્ટેમ્બર 2018માં AQI 219 નોંધાયો હતો. આ વર્ષે 19 જૂનના રોજ AQI 306 સાથે ‘વધુ ખરાબ’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. છેલ્લા છ દિવસથી વરસાદના અભાવે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. જ્યાં સુધી દિલ્હીમાં PM 2.5ની વાત છે, છેલ્લા 24 કલાક દરમિયાન હવાની ગુણવત્તા WHO દ્વારા નિર્ધારિત મર્યાદાથી ઓછી હોવાનું નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech