ઓરિસ્સાથી ત્રીજી વખત ગાંજો લઈ રાજકોટ પહોંચે પહેલા જ દિપક અગ્રાવત ઝડપાયો

  • May 13, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં નશાકારક માદક પદાર્થોનું વેચાણ કરનાર શખસોને મુદામાલ સાથે ઝડપી લઈ તેની સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ની સૂચનાને પગલે એસઓજીએ પીઆઈ એસ.એમ.જાડેજા અને એન.વી.હરીયાણીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે પો.કોન્સ હાર્દિકસિંહ પરમાર અને યોગેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી ખાનગી વાહનમાં શખસ ગાંજાના જથ્થા સાથે રાજકોટ તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે કુવાડવા નજીક શિવ શક્તિ હોટલ સામે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળા વાહનને રોકી બેઠેલા શખસની પૂછતાછ કરતા પોતાનું નામ દીપક ઉર્ફે શિવમ રણજીતભાઈ અગ્રાવત (રહે-જુના માર્કેટિંગ યાર્ડ, સાગર નગર)નો હોવાનું જણાવતા પોલીસે શખ્સ પાસે રહેલા થેલાની તપાસ કરતા તેમાંથી ગાંજો 2 કિલો અને 400 ગ્રામ કી.રૂ.24,200નો મળી આવતા શખસને ઝડપી લઇ ગાંજો-મોબાઈલ મળી કુલ રૂ. 29,500 નો મુદ્દામાલ કબજે કરી અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

પોલીસની વિશેસ તપાસમાં શખસ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવી અમદાવાદ અથવા બરોડા રેલવે સ્ટેશન ઉતરી ત્યાંથી વાહન મારફતે રાજકોટ આવતો હોવા હતો અને આને આ ત્રીજી ખેપ મારવા જતા ઝડપાઈ ગયો હતો. અગાઉ થોરાળા પોલીસમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. ગાંજાનો જથ્થો કોને આપવાનો હતો અને કોની પાસેથી ખરીદ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application