ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવતા જણાવ્યું છે કે જામનગર જીલ્લામાં પડેલ ભારે વરસાદ જેમાં ધ્રોલ તાલુકામાં પણ ૨ થી ૩ દિવસમાં રપ થી ૩૦ ઈંચ વરસાદ પડેલ હોય જેના કારણે ધ્રોલ તાલુકાના ખેડુતોના ઉભા પાકો જેવા કે કપાસ, મગફળી, ડુંગળી, તુવેર, એરંડા જેવા પાકોમાં ભયંકર નુકશાન (૮૦ ટકા) જેટલુ થયેલ હોય અને નદી કાંઠાવાળા ખેડુતોની જમીન ધોવાણ થઈ ગયેલ હોય તો આપ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી રજુઆત કરીએ છીએ કે ધ્રોલ તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી અને તાત્કાલીક ધોરણે પાકોનું અને જમીન ધોવાણનું વળતર ચુકવવામાં આવે જેમ કે એસ.ડી.આર.એફ.ની જોગવાઈ મુજબ ૬૦ ટકા થી વધુ નુકશાન હોવાથી મુખ્યમંત્રી કિશાન સહાય યોજના પ્રમાણે ૧ હેકટર દીઠ ર૫૦૦૦ થી ૪ હેકટર સુધીનું વળતર ચુકવવામાં આવે અને જે ગામોમાં ખેડુતોને જમીન ધોવાણ થઇ ગયેલ છે. તેવા ખેડુતોને જમીન ધોવાણ નું અલગ થી વળતર ચુકવવામાં આવે એવી ધ્રોલ તાલુકાના ખેડુતોની અપીલ છે.આ મુજબ ધ્રોલ કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech