રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમાં આવતીકાલ તા.૧૧-૪-૨૦૨૫થી હવે સોમવારથી રવિવાર દરમ્યાન જાહેર રજાઓમાં પણ સવારે ૮ થી સાંજે ૭:૩૦ સુધી લાઈબ્રેરીની તમામ સેવાઓ ચાલુ રહેશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ લાઇબ્રેરીયન નરેન્દ્રભાઇ એમ.આરદેશણાએ જણાવ્યું હતું કે, લાઇબ્રેરીઓનો સમય હાલમાં સોમથી શુક્ર સવારે ૯ થી સાંજે ૭-૩૦ કલાક, બીજો ચોથો શનિવાર તથા રવિવાર સવારે ૮-૦૦થી બપોરે ૨-૦૦ સુધી અને જાહેર રજાઓમાં લાઈબ્રેરી બંધ રાખવામાં આવતી હતી. રાજકોટના શહેરીજનો સીનીયર સીટીઝન, બહેનો, બાળકો, યુવાનો, વિધાર્થીઓ આ લાઈબ્રેરીઓનો વધુને વધુ ઉપયોગ કરી શકે તેવા હેતુથી છ લાઇબ્રેરીઓ (૧) વોર્ડ ન.૭માં શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, શિક્ષણ સમિતિ કેમ્પસ, કરણપરા ચોક, (૨) વોર્ડ ન.૨ માં દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ, (૩) વોર્ડ ન.૯માં બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, પેરેડાઈઝ હૉલ સામે, (૪) વોડ ન.૬માં ચાણક્ય પુસ્તકાલય, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે, (૫) વોર્ડ ન.૧૪માં ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, જીલ્લા ગાર્ડન, (૬) વોર્ડ ન.૮માં મહીલા એકટીવીટી સેન્ટર, નાના મવા ચોક પાસે મહિલા વાંચનાલયનો સમય તા. ૧૧-૪-૨૦૨૫ને શુક્રવારથી સવારે ૮-૦૦ થી સાંજે ૭-૩૦ સુધી જાહેર રજાના દિવસો સહીત કરવામાં આવે છે.તેમણે ઉમેર્યું હતું કે મહાપાલિકા સંચાલિત અલગ અલગ વિસ્તારોમાં છ લાઇબ્રેરીઓ, બે બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલયો અને વિધાર્થીઓ માટે અલગ અલગ વોર્ડમાં સાત વિધાર્થી વાંચનાલયો ચલાવવામાં આવે છે. આ બધી લાઇબ્રેરીઓ તથા વાંચનાલયોમાં વિવિધ વિષયોના અંદાજીત ૨,૬૫,૧૩૮ પુસ્તકો, બાળકો માટે ૧૫,૭૧૮ રમકડા, ગેમ્સ, પઝલ્સ, વિવિધ વિષયના ૨૧૮૦૭ મલ્ટીમીડીયા તથા 1130 મેગેજીન તથા વર્તમાનપત્રો વસાવવામાં આવેલા છે. જેનો અંદાજીત ૩૯૪૭૦ સભ્યો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે.
ઉપરોક્ત સેવાનો વધુને વધુ નાગરિકો લાભ લે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયાએ અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech